જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ, ભાકોદર અને બાબરકોટ ત્રણેય ગામના સીમાડે હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર આવેલું. ર(બે) ઓરડા અને ભીમના ચરણ પગલાઓ કે જે ઉપરથી પથ્થર લઈ લેતા નીચે પણ પથ્થરોમાં જોવા મળે છે. આ પૌરાણિક જગ્યા જળવાય રહે તે માટે તા. ર૩-પ-ર૦૧૭ના રોજ ભીમ પગલામાં હનુમાનજીનું મંદિર અસામાજીક તત્વોએ અલ્ટ્રાટેક સીમેન્ટ લીમીટેડ કંપની ગુજરાત સિમેન્ટ વર્કસ કોવાયાના કહેવા મુજબ તોડી પાડેલ. જેમાં સ્થળ ઉપર તા. રપ-પ-ર૦૧૭ના રોજ સંચદીય સચીવ અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ભીલએ કંપનીના અધિકારીઓને સ્થળ ઉપર લાવી અને જે તોડફોડ થયેલ છે. તે ફરીથી બનાવી આપવા અલ્ટ્રાટેક સિમેન્ટ લીમીટેડ કંપની ગુજરાત સિમેન્ટ વર્કસ કોવાયના ભાનુ પ્રસાદ પરમાર, વિષ્ણુ, સંજયભાઈ ત્રિવેદી,એ અમો ત્રણેય ગામના સમસ્ત લોકો વચ્ચે શ્રીફળ ફોડી મેનેજમેન્ટની મંજુરી લઈ બનાવી આપીશુંત ેવી ખાત્રી કંપનીના અધિકારીઓએ આપેલ તેમને આજે ઘણો સમય થયેલ છે. કંપની તરફથી આજ સુધી મંદીર અંગે કોઈ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ નથી.
સરકાર તરફથી પણ અમારી માંગણી મુજબ મંદિર ફરીથી બનાવી આપવા તેમજ ગુનો દાખલ કરી (એફ.આર. નોંધી) તટસ્થ તપાસ થાય એ માટે ઉચ્ચ કક્ષાની સીઆઈડી અથવા સીબીઆઈ દ્વારા ન્યાયના હિતમાં તપાસ થાય તે માટે વારાહસ્વરૂપ, ભાંકોદર અને બાબરકોટ, ત્રણેય ગામના લોકો વતી રજુઆતો કરવામાં આવી છતાં મંદિર બાબતે કોઈ આજ સુધી નિર્ણય ન આવેલ જે બહુ જ દુઃખદ બાબત ગણાય. જેના લીધે ત્રણેય ગામના લોકો રોષે ભરાયેલ છે.