મફતની જેને આદત લાગી જાય પછી તેને કામ કરવાનું સુઝતુ નથી

817

 

માંગીને ખાવાની આદત જેને પડી જાય છે તેને આખા હાડકાનો કહેવામાં આવે છે. આળસુ અને કામચોર આ બન્ને શબ્દ છે જેને કામ નથી કરવું અને સમય અને નસીબને દોષ આપવો છે. ભારત દેશના દરેક રાજ્યના દરેક શહેરમાં એવી અનેક સંસ્થાઓ છે કે જે દરોજ ભૂખ્યા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અલગ અલગ રીતે મદદ કરીને જેમ કે ભોજન, કપડાં અથવાતો આર્થિક સહાય આપીને તેમના જીવનનિર્વાહનું સહારોબને છે. સહારો આપ્યા પછી જે તે વ્યક્તિ પોતાના પગભર થાય તો જ તે ભવિષ્યમાં આગળ વધે છે નહિ તો જેમ પથ્થર ઉપર પાણી ફરી વળે છે એવીજ રીતે સહાસ કે સંઘર્ષ ન કરનાર વ્યક્તિને હંમેશા કારમી હારનો જ સામનો કરવો પડે છે તેમાં તો નથી નસીબનો દોષ કે નથી ભગવાનનો દોષ છે તો આપણો કે આપણે આપણા પુરુષાર્થમાં કચાસ રાખી અથવાતો આપણે જ આપણી જાત પર ઓછો વિશ્વાસ રાખીને અખૂટ પ્રયાસો ન કર્યા. હાલ ટોચની સપાટીએ પહોંચેલા આપણા દેશના દરેરક દિગ્ગજોના જીવનમાં અનેક મુશ્કેલીના સમય આવ્યાજ હતા અને તેને સર કર્યા પછીજ તેઓ આ ટોચના પદ પાર પોહચ્યાં છે તે પછી રટણ ટાટા હોય કે સચિન તેંડુલકર, અમિતાબ બચ્ચન કે પછી ધીરુભાઈ અંબાણી આવા તો અનેક દિગ્ગજ મહાનુભાવ છે કે જેઓ કોલસાની ખાનમાં કોયલો શેકાય છે તેવીજ રીતે પોતાના જીવનના દરેક તબ્બકામાં પોતાની જાતને મેહનત અને ફરજ સાથે શેકીને અને તપાવીને ભઠ્ઠીની ગરમી જેવા કષ્ટ, સમાજના મહેણાં અને પરિવાર સાથેની દુરી સહન કરીને આગળ વધ્યા છે અને તેમના મજબૂત પ્લાનિંગ અને ટીમવર્ક સાથે હજી પણ વધુને વધુ મેહનત કરીને પોતાના એમ્પાયર એટલે કે બિઝનેસને આગળ ધપાવી રહ્યા છે. મફતની આદત જેને લાગી જાય તેને પછી કામ કરવાનું સુજતુંજ નથી હંમેશા માંગીને ખાનાર લોકોને મફતનું ખાવામાંજ રસ હોય છે એવામાં અનેક રાહત અને મફતના દરે વસ્તુ આપતી સંસ્થાનો સહારો લઈને જેમ તેમ પોતાનો સહારો ચલાવે છે. અપંગ અને અંધ લોકો પણ આજે પોતાના સહારે જીવતા શીખી ગયા અને સંપૂર્ણપણે મજબૂત અને જાતે માસ્ટ લોકો ભીખ માંગીને ખાય છે. ભીખ એટલે કે જ્યાં સુધી પોતાના પગભર ન થાવ ત્યાં સુધીની લાઈફલાઈન છે પરંતુ લોકો તેને આખરી જિંદગી માટેનો આશરો સમજીને તેની સાથેજ જીવે છે. પ્રયાશો પછી પણ હાર મળે તે નિષ્ફળતા નથી પરંતુ તમે પ્રયાશો છોડી દયો અને મેહનત જ ન કરો તેજ તમારી મોટી મોટી મુર્ખામી છે, પ્રયાશો તો જેમ ભૂખ્યો વ્યક્તિ પુષ્કળ પ્રમાણમાં અને પેટ ભરીને જમે છે તેવીજ રીતે તમે પણ પ્રયાશો અને મહેનતની ભૂખ તમારામાં લગાડી દયો પછી જેમ તમને ભૂખ્યા પેટે રોટલીને ડુંગળી વહેલી લાગે છે એવીજ રીતે મહેનતથી મળેલ નાની રકમ પણ તમને ખુબજ વહેલી અને મીઠી લાગશે. દરેક માણસ માટે શીખવાની અને સમજવાની એક પહેલ સમાન લોકોના સહારે અને વિશ્વાસે જીવવાનું છોડી જાત મેહનત જિંદાબાદ સાથે પ્રયાશોની સીમા નહિ સિક્સર મારો પછી જો દુનિયા અને તમારો સમય આપો આપ તમારો સાથ આપવા માટે મજબુર નહિ મંજુર બની જશે પણ શરત એકજ છે નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન એટલે પ્રયાસ સાથે હાર મંજુર છે છે પણ પ્રયાસ વગરની દરેક કરેલી ખોટી આગાહી હંમેશા નિર્થક અને નકામી સાબિત થાય છે.

Previous articleબિહાર-આસામમાં પુરનુ તાંડવ જારી : મોતનો આંક૧૫૦ને પાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે