ભાંકોદર ગામે બાકી નાણા માટે ચકકાજામ કરનાર સામે કંપનીના અધિકારીઓ ઝુકયા

1012
guj1722018-2.jpg

જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામે આકાર લઈ રહેલ મહાકાય સ્વાન એનર્જી જે હાલ જબ્બરજસ્ત જેટી બનાવવાનું કામ શરૂ હોય અને આ કામ માટે સ્વાન એનર્જીએ કામ આપ્યું આઉટ ઓફ કંટ્રી અબુધાબીના યુવરાજ દ્વારા પેટા કામ અપાયું પ્રાઈવેટ ધરતી કંપનીને અને ધરતી કંપનીમાં ભાંકોદર ગામ લોકોને રોજીરોટી મળી રહે માટે પેટા કોન્ટ્રાકટમાં કામ લઈ રાત દિવસ ભુખ્યા તરસ્યા કામની લાલચે તનતોડ મહેનત તો કરી પણ કંપનીએ મહેનતાણું ન આપ્યું અને હળવે હળવે બીલ્લી પગે લોકોના રૂપિયા જેમાં સરપંચ સાદુળભાઈ અને જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલના લાખો રૂપિયા સલવાયેલથી ભાંકોદર ગામની જનતા દ્વારા સ્વાન કંપનીમાં જવા આવવાનો રોડ બંધ જ કરી દીધેલ અને અખબારી અહેવાલથી ભારત ભરમાં આ ૪ર૦ સી પ્રકરણ ચગાવતા આજરોજ પુનાભાઈ ભીલના ઘરે સ્વાન કંપનીના ખંડવાલ, કમાન્ડો તેમજ ધરતી કંપનીના ડેવીદી અને તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ પુત્ર કમલેશભાઈ કરણભાઈ ભાંકોદરના સરપંચ સાદુળભાઈ, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલના સમાધાન માટે અને કપંનીના અધિકારીઓએ પુનાભાઈ ભીલ અને સરપંચ સાદુળભાઈને ખાત્રી આપી કે દરેકનું પેમેન્ટ દિવસ ૧પમાં પ૦ ટકા અને પ૦ ટકા ૩૧ માર્ચ પહેલા બાકી નિકળતા રૂપિયા આપી દેવાની ખાત્રી મળતા ત્યારે અમારો કંપની સામે જરાય વાંધો નથી જો ગામના વિકાસમાં ધ્યાન આપે તો નહીં તો ઘર્ષણથી કંપની અને ગામને કોઈ ફાયદો નથી સાથે કહેલ કે કંપની સાથે જીંદગી પ્રર્યત સાથે રહેવાનું છે અને કંપનીએ ગામ લોકો સાથે બગાડવુ ન જોઈએ ઉલટાનો કંપની તરફથી ફરજમાં આવે છે ગામનો વિકાસાર્થે ગામને તમામ સુવિધાઓ આપવી અને ફરી પછી આવી નોબત ન આવે તેવું કંપનીએ વિચારવાનું રહેશે. 

Previous articleબરવાળા ખાતે સ્વરોજગાર સેમીનાર યોજાયો
Next articleસિહોર : રાજીવનગરના મકાનમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી