બેન્ક ઓફ બરોડા જે સયાજીરાવ ગાયકવાડ હસ્તે ૧૯૦૮ ના ૧૧૨ માં સ્થાપના દિને રાજુલાના વડીલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કુલ કીટનું વિતરણ કરવામાં આવ્યું . બેન્ક મેનેજર સહિત શાળાના શિક્ષક સ્ટાફ સહિતની ઉપસ્થિતિ રહી હતી.
રાજુલામાં બેંક ઓફ બરોડાના ૧૧૨ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર રાજુલાના વડલી ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને સ્કુલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત છે કે, આ બેંકની સ્થાપના વડોેદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ૧૯૦૮માં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બ્રાંચ મેનેજર સુશીલકુમાર ઓફિસર પરેશકુમાર, શોએબ શેખ અને કેશિયર કિશન ગૌસ્વામી તેમજ પ્રવિણભાઇ તેમજ શાળાના પ્રિન્સિપાલ વિરાણી સાહેબ તથા સ્કુલના સ્ટાફ મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.