જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા હાથબ માં કુદરતી વાતાવરણ વચ્ચે સુંદર પિકનિક કાર્યક્રમ રવિવારે સવારથી સાંજ સાવ અલગ પ્રકાર ની મોજ મસ્તી ભરી અવનવી ગેમ્સમાં સાથે દરીયા ની સહેલગાહ અને મોટા પ્રમાણ માં ઈનામો ની લહાણી કરવામાં આવી. આ રોમાંચક અને અનેરો આનંદ સાથે ની પિકનિક સૌ મેમ્બરઓ એ દિલથી માણી આ પિકનિક નાં કોર્ડીંનેટર કાર્તિક શાહ અને નિમેષ વોરા ની મહેનત રંગ લાવી. નિમેષ વોરા એ પોતાની આગવી શૈલી થી સતત પાંચ કલાક સુધી મેમ્બરઓ ને અવનવી સુંદર ગેમ્સ થી જકડી રાખ્યા હતા. સવારે ચટાકૅદાર નાસ્તો તેમજ બપોરે સ્વાદિષ્ટ ભોજન અને સાંજે હાય ટી સાથે ગરમા ગરમ ભજીયા લઈ સૌ મેમ્બરઓ સ્વાદ માણેલ સાંજે દરેક મેમ્બરઓ એક અવિસ્મરણીય યાદો લઈ છૂટા પડેલ. આ પિકનિક સફળ બનાવવા મા બન્ને પ્રોજેટ કોર્ડીંનેટર અને પ્રમુખ પ્રદીપભાઈ શાહ. અને તેમની ટીમે જહેમત ઉઠાવેલ.