મેયરના વોર્ડમાં પીવાના પાણીનો દેકારો : મહિલાઓએ કરેલી રજૂઆત
ભાવનગર શહેરના જોગીવાડની ટાંકી અને આ વિસ્તારનાં ઘણાં લત્તાઓમાં પીવાનું પાણી ન આવતા મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ મેયરને મળીને પીવાના પાણીના ત્રાસની ફરિયાદો કરી મહિલાઓએ ઉગ્ર રજુઆતો કરી હતી. આ પ્રતિનિધિ મંડળ મેયરના વોર્ડમાંથી આવ્યાનું તંત્ર વર્તુળે જણાવ્યું છે.
વેરો વસુવા ૨૨૮ જપ્તીઓ કરવામાં આવી
ભાવનગર મહાપાલિકાએ બાકી વેરા મુદ્દે ૨૯૦ જેટલી જપ્તી નોટીસો આપેલ જેમાં કાલે ૨૯ લાખ અને આજે ૧૬ લાખની વસુલાત થવા પામેલ. કમિ. ગાંધી, ડે.કમિ.રાઠોડ, આસિ.કમિ.ફાલ્ગુનભાઇ શાહે અને વસુલાત ટીમો સક્રિય બનીને બાકી વેરો વસુલવા ઝુબેશ આદરી છે. સેવા સદન દ્વારા આવી વસુલાતો માટે વધુ ઉગ્ર ઝુંબેશ શરૂ રહેશે.
બિસ્માર રસ્તાઓ રીપેર કરવા ઉઠેલી માંગણી
ભાવનગર શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં બિસ્માર બનેલા રોડ રસ્તાઓ રીપેર કરવાની લોકમાંગ ઉઠી છે. કેટલાક સેવકો એ પણ તંત્રને પત્રો લખીને રસ્તાઓ રીપેર કરવાની માંગણીઓ કરી છે.
કચરાના પોઇન્ટો રદ થશે
ભાવનગર શહેરમાંથી જે તે લત્તાઓમાં આવેલા કચરાના પોઇન્ટો દૂર કરવામાં સોલીડ વેસ્ટ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાય રહી છે. સોલીડ વેસ્ટ અધિ.શુક્લ આ મુદ્દે સક્રિય કામગીરી કરી રહ્યા છે.