ઘોઘા ગામે આજે બપોરના સમયે વરસાદી માહોલ બરાબર જામ્યો હતો. આકાશમાં વિજળીના તેજ લીસોટા વચ્ચે જોરદાર મેઘગર્જના થતી હતી અને વરસાદ વરસી રહ્યો હતો. એવા ટાણે ઘોઘાના ખજુરીયા ચોક વિસ્તારમાં આવેલ દિગમ્બર જૈન સંપ્રદાયના જૈન મંદિર પર વિજળી પડતા શિખરોમાં તીરાડ પડી હતી અને નુકશાન થયું છે જો કે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.