સિહોરના રાજીવનગર વિસ્તારમાં વહેલી સવારે ગોરધનભાઇ ઉકાબાઈ ચૌહાણના મકાનમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં આગે આખું મકાન ઝપટમાં લઈ લીધું હતું. ગોરધનભાઇ અને તેના પત્ની નગરપાલિકામાં સફાઈ વિભાગમાં કામ કરે છે અને તેઓ વડીયા ખાતે દવાખાનાના કામે ગયેલ અને વહેલી સવારે જ મકાનમાં આગ લાગતા સ્થાનિક નેતાઓ સહિત આસપાસના લોકો આગ ઓલવા માટે ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગને કાબુમાં લેવાઈ હતી. બે મહિના પૂર્વે જ ગોરધનભાઇ ના દીકરાના લગ્ન થયેલ જેનો કરિયાવર નો સામાન અને ચાંદીના ના દાગીના આંગમાં બળીને ખાખ થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાને વૃદ્ધા ધવલબા નજરે નિહાળતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને ઘટનાનું વસમું લાગી જતા વૃદ્ધા ત્યાં જ ઢળી પડ્યા હતા. નાના પરિવારના લોકોની આજીવિકા થી ઉભું કરેલું ઘર જ્યારે પળવારમાં હતું ન હતું થઈ જાય છે ત્યારે જે પરિવારના સભ્યો પર જે દશા વિત્તી હોય છે એ આ વૃદ્ધા ધવલબા ના રૂદન થી લોકોની નજરે ચડ્યું હતું.