ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

403

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૬૨૧૪૭.૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલ અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો આ ગાળા દરમિયાન નોંધાયો છે. એચડીએફસી બેંક, આઈટીસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. ચાર કંપનીઓની માર્કેટ મૂડી વધી જેમાં એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડી ૨૦૦૩૧.૫ કરોડ ઘટીને ૭૯૧૭૫૦.૭૧ કરોડ રહી છે. શુક્રવારના દિવસે શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ આરઆઈએલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેની કોઇ અસર હવે દેખાશે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૧૬૩૨.૪ કરોડ ઘટીને ૭૭૯૩૫૧.૫૪ કરોડ થઇ ગઇ છે. આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસીની માર્કેટ મૂડીમાં પણ ક્રમશઃ ૧૦૯૨૮.૧ કરોડ અને ૮૦૩૫.૨૬ કરોડનો ઘટાડો થયો છે. આની વિરુદ્ધમાં ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તેની મૂડી ૨૫૧૨૫.૯૯ કરોડ વધી ગઇ છે. ટોપ રેંકિંગ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ હોવાથી તે પ્રથમ સ્થાન ઉપર છે. ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા ક્રમે છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. સેંસેક્સમાં  ૧.૦૩ ટકાનો ઘટાડો રહ્યો હતો અને તેની સપાટી ૩૮૩૩૭ રહી હતી. શેરબજારમાં જુદા જુદા પરિબળોની અસર આવતીકાલથી શરૂ થતાં નવા સત્ર દરમિયાન રહેશે.

Previous articleપ્રોકબડ્ડી લીગ શરુઃ આજે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસ ટકરાશે બેંગ્લુરુ બૂલ્સ સાથે
Next articleFPI દ્વારા જુલાઈ માસમાં ૧,૬૫૯ કરોડ ઠલવાયા છે