સારા દિવસો આવી ગયા,દેશ બદલાઇ ગયો,ફક્ત સમજાવવાની જરૂર છેઃ જેપી નડ્ડા

482

બીજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે મુબંઈમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા દાવો કર્યો હતોકે, સારા દિવસો આવી ગયા છે. ૨૦૧૪માં બીજેપીએ ’સારા દિવસોમાં આવવાના છે એ નારા પર ચૂંટણી લડી હતી. ત્યારબાદ બીજેપીનાં નેતાઓને હંમેશા સવાલ પુછવામાં આવતો હતોકે, સારા દિવસો ક્યારે આવશે. જેપી નડ્ડાએ કહ્યુ, અમે કહ્યુ હતુકે, સારા દિવસો આવવાના છે અને દેશ બદલાઈ રહ્યો છે. ત્યારે આજે છડે ચોક કહી રહ્યો છુકે, સારા દિવસો આવી ગયા છે અને દેશ બદલાઈ ગયો છે. તેને આપણે સમજાવવાની જરૂર છે.

ઉલ્લેખનીય છેકે,જેપી નડ્ડા હાલમાં મહારાષ્ટ્રની મુલાકાતે છે. આની પહેલાં અલગ-અલગ બેઠકોમાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સહિત વિધાયકો અને સાંસદોને કહ્યુ હતુક, જે રીતે લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. તેવી જ રીતે જીત આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મળવી જોઈએ.

તેમણે કહ્યુ કે, ત્રણ મહિના બાદ થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સ્વીકાર કરવામાં આવશે.

Previous articleસંસ્કૃત વિના ભારતને પૂર્ણ રૂપે જાણવું અસંભવ : મોહન ભાગવત
Next articleવિદ્યાર્થિનીઓની સતામણીના કેસમાં પ્રોફેસર ડો. નાગરની જામનગર કોલેજમાં બદલી કરાઇ