સિહોરમાં વોર્ડ નં.૯ના અપક્ષ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા

576
bvn1722018-3.jpg

આવતીકાલે નગર પાલિકાની ચૂંટણી યોજવવા જઈ રહી આવતીકાલે મતદાન થવાનું છે ગણતરીની કલાકો બાકી છે ત્યારે બન્ને પક્ષ એડીચોંટીનુ જોર લગાવી રહ્યા છે. તમામ સ્તરેથી મતદારોને રીઝવવા પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે મતદાનનો એક દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા જબ્બર ખેલ પડાયો છે. સિહોર નગર પાલિકાના વોર્ડ નંબર અપક્ષ ઉમેદવાર તરીકે ઉભેલા ઇકબાલભાઈ આખરે આજે મતદાનના અંતિમ દિવસે કોંગ્રેસના સમર્થમમાં જોડાયા છે આજે વોર્ડ નંબર નવના કોંગ્રેસના કાર્યાલય ખાતે સવારમાં પ્રમુખ ધીરુભાઈ સહિત આગેવાનોની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસને સમર્થન આપીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મત આપી વિજય બનાવવા જણાવ્યું હતું ત્યારે અહીં હનીફભાઈ એસટી, નૌશાદ કુરેશી, ઇકબાલભાઈ ગુલી, ઇભુશેઠ, સલીમભાઈ સહિત અગ્રણી આગેવાનો જોડાયા હતા.

Previous articleપાલીતાણાના વિઝાનાનેસ ગામે કુવામાંથી ગુમ થયેલ યુવાનની લાશ મળી આવી
Next articleધંધુકા વીજ કચેરી સામે હીટ એન્ડ રન