મામાએ ભાણી પર દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની : અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો

738

અમદાવાદમાં એક મામાએ ભાણી પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ સગીર વયની ભાણકી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મામાએ ભાણી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. અંતે સગીરાને ગર્ભ રહી જતા પેટમાં દુખાવો ઉપડ્યો હતો. માતાપિતા સગીરાને દવાખાને લઈ ગયા ત્યારે સોનોગ્રાફીમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ગર્ભવતી બનેલી સગીરાએ અધુરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સગીરાના પિતાએ શહેરા કોટડા પોલીસ મથકમાં મામા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે  ફરિયાદી અમદાવાદના નરોડા વિસ્તારનાં રહેવાસી છે. તેમનાં પત્નીના માસી પણ નજીક રહે છે. દરમિયાન તે  નોકરી પર હતા ત્યારે ફરિયાદીની પત્નીએ ફોન કરીને દીકરીને પેટમાં દુખાવો થતો હોવાની જાણ કરી હતી. પત્નીના ફોન બાદ ઘરે ગયેલા ફરિયાદીએ દીકરીને ડૉકટરની તપાસ કરાવી હતી. ડૉકટરની તપાસમાં તે ગર્ભવતી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો.

દરમિયાન દીકરીએ માતાપિતાને જણાવ્યું હતું કે તેની માતાના માસીનો દિકરો અવારનવાર ઘરે આવતો હતો અને જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. પારિવારિક મામાએ દુષ્કર્મ આચરી અને કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. દરમિયાન સગીર વયની દીકરીને ગર્ભ રહી ગયો હોવાથી તેણે ૭માં મહિને પુત્રને જન્મ આપ્યો હતો.

પોલીસે આ મામલે આઈપીસીની કલમ ૩૭૬(૩), ૪૫૨, ૫૦૬(૨) પોક્સો એક્ટરની કલમ ૩-૪-૫(એલ) ૫(જે) ૨-૬ અંતર્ગત ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

Previous articleવિદ્યાર્થિનીઓની સતામણીના કેસમાં પ્રોફેસર ડો. નાગરની જામનગર કોલેજમાં બદલી કરાઇ
Next articleદેવાદાર પતિની પૈસાની માંગણીના ત્રાસથી પત્નીનો આપઘાત