ગાંધીનગર શહેર અને જિલ્લામાં જમીનની કિંમતો આસમાનને આંબી જતાં વિવાદો વધી રહ્યાં છે. ત્યારે રણાસણ ગામે ૩૯ વર્ષ પહેલાં વેચેલી જમીનને મૂળ માલિકે ફરી વેચી દેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જે મુદ્દે એક જ પરિવારના છ સભ્ય સહિત સાત સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ ૨૦-૧૨-૧૮ના રોજ મામલતદારે નોંધને રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ કરતાં પહેલા મામલતદારે રૂબરૂ સાંભળ્યા ન હોવનો દાવો અરજદારે કર્યો છે. જેને પગલે નિરવકુમારે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. જેની તપાસ આ મુદ્દે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જમીન ફરી વેચવાના મુદ્દે રૂપાબેન રાયમલભાઈ રબારી, જડીબેન રાયમલભાઈ રબારી, ભાનુબેન રાયમલભાઈ રબારી, કનુભાઈ રાયમલભાઈ રબારી, ગણપતભાઈ ઉર્ફે ગફુરભાઈ રાયમલભાઈ રબારી તથા કન્ફર્મ પાર્ટી તરીકે બળદેવભાઈ રાયમલભાઈ રબારી (તમામ રહે) સામે જમીનનું વેચાણ કરવાનો અને ઉવારસદના મહેશજી ભીખાજી ઠાકોર સામે જમીન ખરીદવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.