ગ-૨ નજીક ૪ દુકાનના તાળાં તૂટતાં વેપારીઓમાં ભારે ફફડાટ

545

ગાંધીનગરમાં એક પછી એક ચોરીના અંજામ આપતા તસ્કરોએ હવે સેક્ટર-૬માં ગ-૨ કોર્નર પર ચાર દુકાનોના તાળા તુટ્યા છે. અહીં આવેલા સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલ શિવ ફોટો સ્ટુડિયો, અર્બન એન્જિનિયરિંગ, સાયોના ઈલેક્ટ્રીકલ અને ઉમિયા ટ્રેડર્સને તસ્કરોએ નિશાન બનાવી છે.

સવારે ૮ વાગ્યે કોમ્પ્લેક્ષના એક વેપારી પહોંચ્યા ત્યારે તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું લાગતા અન્ય વેપારીઓને જાણ કરી હતી. ચારેય દુકાનોનો સામાન વિરવિખેર હતો જેમાં શિવ સ્ટુડિયોમાંથી ૩ હજારની મત્તા ગઈ છે જ્યારે અન્ય દુકાનોમાં કાઉન્ટરમાં પડેલા થોડાઘણા પૈસા ગયા હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે જાણ કરાતા સેક્ટર-૭ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ કરી હતી. જોકે, બહુ મોટી રકમની ચોરી ન થઈ હોવાથી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, પોલીસે જરૂરી નોંધ કરીને આંતરિક રીતે તપાસ શરૂ કરી છે. એક સાથે ચાર દુકાનના તાળા તૂટતા આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Previous articleગરીબોને શોધીને દાન કરવા કરતા તેઓ જાતે જ લઇ જાય તેવી વ્યવસ્થા
Next articleઅમદાવાદમાં મેડિકલ શિક્ષકોએ તેમની પડતર માંગોને લઇને વિશાળ રેલી કાઢી