બંધારણની કલમ ૪૫ મુજબ ૩ થી ૬ વર્ષના બાળકોને તેમને પાયાથી જ ભણતર માટેની તાલીમ મળી રહે તે માટે જોગવાઈ કરવામા આવેલી છે, અને આ કલમને સામાજીક કાર્યકર ચંન્દ્રવદન ધ્રુવ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામા આવી છે. તેમની રજૂઆત છે કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ ૧માં નબળા અને વંચીત જુથના બાળકો વિનામુલ્યો પ્રવેશ આપવામા આવે છે, જોકે, રાજ્ય સરકાર અને હાઈકોર્ટમાં એવી રજુઆત કરાઈ છે તેમના વતી કે બાળકોને ભણતરનો અધિકાર આરટીઈ હેઠળ ધોરણ ૧થી મળે છે તે ૩ વર્ષ ની ઉંમરથી જ નર્સરી, જુનીયર કેજી, અને સિનીયર કેજી થી આપવામા આવે જેથી તેમને ભણતરનો પાયો મજબુત થાય.
હાઈકોર્ટે આ બાબતને ગ્રાહ્ય રાખી રાજ્ય સરકારને નોટીસ ઈસ્યુ કરી હતી. સરકારે જવાબમાં એવી રજૂઆત કરી કે અમે તેના માટે આઈ.સી.ડી.એસ યોજના હેઠળ આંગણવાડી ચલાવીએ છીએ અને હાલમાં ૫૦ હજાર જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. જોકે, સામે અરજદાર દ્વારા એવી રજૂઆત કરાઈ કે આ આંગણવાડીઓ માત્રને માત્ર બાળકોને સાચવવાનુ કામ કરે છે એટલે નિયમ મુજબ ૩ થી ૬ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામા આવે જેથી તેમના શિક્ષણનો પાયો મજબુત થાય.
હાલ કોર્ટમાં બન્ને પક્ષે દલીલો પુર્ણ થઈ છે અને કોર્ટે બન્ને પક્ષો દલીલો સાંભળી હવે ચુકાદો ૨૦ નવેમ્બરના રોજ નિયત કર્યો છે.
હવે જો અરજદારની રજૂઆત કોર્ટ ગ્રાહ્ય રાખે તો આગામી સત્રથી ૨ લાખથી વધુ ગરીબ બાળકોને હવે ભણતરના અધિકાર હેઠળ પ્રી-સ્કૂલના ભણતરનો પણ લાભ મળી શકે છે.