દામનગર શહેર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દામનગર આયોજિત ભવતારીણી ટ્રસ્ટ ગોંડલ ના સહયોગ થી દામનગર ગાયત્રી મંદિર ખાતે વા-સંધીવા-ફરતા-વા-ચિકનગુનિયા ના દર્દી ઓ માટે સંપૂર્ણ ફ્રી નિદાન કેમ્પ યોજયો આ કેમ્પ નું ઉદ્ધાટન માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ ના વરદહસ્તે કરાયું હતું તા૨૧/૭/૨૦૧૯ ને રવિવારે સમય સવાર ના ૧૧-૦૦ થી ૧-૦૦ તથા બપોર ના ૨-૦૦ થી ૬-૦૦ સુધી સંપૂર્ણ ફ્રી સૌરાષ્ટ્ર કચ્છ માં યુલાર અને જ્હોન હોપકીન્સ યુનિ યુ એસ એ ના સર્ટી ફાઇડ તજજ્ઞ રયુમેટોલોજીસ્ટ ડો ભાવિન ભટ્ટ રમાનાથ હોસ્પિટલ રાજકોટ ની સેવા આપી હતી દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ કેમ્પ માં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ આ કેમ્પ નો લાભ મેળવ્યો હતો વહેલી સવાર થી જ દર્દી નારાયણો નો અવરીત પ્રવાહ શહેર ના ગાયત્રી મંદિર ખાતે જોવા મળ્યો દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પ માં પધારેલ માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ એ સેવા પ્રવૃત્તિ ની સરાહના કરતા ખુશી વ્યક્ત કરી હતી આ કેમ્પ માં દામનગર શહેર ના સામાજિક રાજસ્વી વેપારી અગ્રણી ઓ એ ખાસ સેવા આપી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.