વિદ્યાર્થીઓ માટે શિક્ષકો ટાવરીંગ પર્સનાલિટી છે. વ્યક્તિની ઘડિયાળ ખોટો સમય બતાવે તો તે એક વ્યક્તિ મોડો પડે પણ ટાવરની ઘડિયાળ ખોટી હોય તો અનેક લોકો સમય ચૂકી જાય. શિક્ષક સંપૂર્ણ સાચું લખે તો વિદ્યાર્થી ખોટું શીખે જ નહીં. આ ઉદ્દેશ સાથે વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા અને પાલિતાણા એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે માત્ર શિક્ષકો માટે યોજાયેલા ભાષા શુદ્ધિ વર્ગમાં નગર અને ગ્રામ્ય વિસ્તારના ૩૭ શિક્ષકોએ જાણીતા સાહિત્યકાર, ભાષાવીદ્, ચિંતક અને વક્તા પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે (ભાવનગર) પાસેથી બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. કાર્યક્રમની અંતિમ એક કલાક “પેરેન્ટિંગ ફોર પીસ” વિષય પર અસરકારક વાર્તાલાપ થયો.કાર્યક્રમને સફળ બનાવવામાં છ કેન્દ્ર કાર્યકર્તાઓએ વ્યવસ્થા ટીમ તરીકે ફરજ બજાવેલ.