રાજુલા સરકારી હોસ્પિટલમાંથી ગે.કા. વાહન પાર્કિંગ હટાવવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ

668

રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડ એટલે જાણે શહેરનું વાહન પાર્કીંગ સ્ટેન્ડ, ઉત્સાહી પી.આઈ. ડોડીયા ટ્રાફીક સમસ્યા હલ કરવા પોલીસ કાર્યવાહી કરે છે તો વાહન ચાલકો દર્દીઓને નડતર રૂપ બન્યા છે. હોસ્પિટલમાં પડતી દર્દીને હાલાકી દુર કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ

રાજુલા શહેરને જોતા એવા કડક ઓફીસર તો મળ્યાથી વેપારીઓને સંતોષ મળ્યો છે  પણ બીજી સરકારી દવાખાનાના દર્દીઓની તકલીફ ઉભી થઈ છે. તેને હલ કરવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ ઉઠવા પામી છે. વિગતથી જોઈએ તો ઉતસાહી પીઆઈ એ.પી.ડોડીયા શહેરની રોડ ટ્રાફિક સમસ્યા હલ કરવા કોઈની શેહ શરમ રાખ્યા વીના રસ્તામાં આડેધડ ઉભેલા વાહનોને પકડી પાડે છે તે વાહન ચાલકોએ ભુતાવોરા હોસ્પિટલને વાહન પાર્કિંગનો અડ્ડો બનાવી દીધો છે.  જેનાથી દર્દીઓને લાવવા કે લઈ જવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે સમસ્યા હલ કરવા  પ્રમુખ બકુલભાઈ વોરાએ રજુઆત કરી હતી.

શહેરની એક માત્ર સરકારી ભુતાવોરા હોસ્પિટલમાં દર્દીઓ આવતા રીફર માટેબ હાર મોકલવાને લઈ નિકળવું પણ દર્દીઓને બહાર નિકળવું પણ મુશ્કેલી પડે છે. રાજુલા શહેર ભુતા હોસ્પિટલ એટલે રોજના પ૦૦ ઉપરાંત દર્દીઓની આવન-જાવન થાય છે. કયારે બહારથી આવતા ૧૦ઠ કે અન્ય માનવતા દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે આ દવાખાના ગ્રાઉન્ડમાં અને વાહનો પાર્કિંગ કરેલા હોવાથી દર્દીઓને દવાખાવામાં હાલીને કે વાહન લઈને જાઉ મુશકેલી પડે છે. આ ટ્રાફિક છેલ્લા દસેક દિવસથી દવાખાનામાં  જોવા મળે છે. કારણ કે રાજુલા પોલીસે ટ્રાફીક ઝુંબેશ શરૂ કરતા આડેધડ પાર્કિંગમાં ઉભેલા વાહનો હવે હાજુબાવાળા કે દુકાનવાળાઓ ફરજિયાત દવાખાનામાં મુકવા લાગતા દર્દીઓને ભારુ મુશ્કેલી પડે છે. થોડા સમય પહેલા પણ રોગ કલ્યાણ સમિતિએ દવાખામાંથી વાહનો હટાવવા માટે પોલીસ તંત્ર એક પત્ર પાઠવ્યો હતો. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા તથા વેપારીઓ દ્વારા દવાખાનામાં પ્રાઈવેટ વાહનો અને તેને દુર હટાવવા પોલીસ વડાને પત્ર પાઠવ્યો છે.

Previous articleભાષા શુદ્ધિનો આગ્રહ ચારિત્ર્ય શુદ્ધિનો જનક બને છે  – પ્રા. ડૉ. રક્ષાબહેનપ્ર.દવે
Next articleશિશુવિહાર સંસ્થા દ્વારા ક્રાફટ કીટનું વિતરણ કરાયું