શિશુવિહાર સંસ્થા દ્વારા ક્રાફટ કીટનું વિતરણ કરાયું

592

ભાવનગર શહેરની આંગણવાડીના ગરીબ બાળકોના પ્રશિક્ષણ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આંગણવાડી શિક્ષકોને તાલીમ આપી સાધન સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૧થી પ્રારંભયેલ તાલીમ કાર્યક્રમ દ્વારા શહેરની ૩૧૪ આંગણવાડી ૧૦-૧૦  શૈક્ષણિક ચાર્ટ, સંગીતના સાધનો, ૫-૫ પપેટ્‌સ, ફર્સ્ટ એડ તાલીમ બાદ ફર્સ્ટ એડ બોક્સ આપવામાં આવેલ છે. શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે વર્ષ ૨૦૧૯ માં યોજાયેલ ૮ મી ક્રાફ્ટ તાલીમ થકી ૨૪૦ આંગણવાડી શિક્ષકોને પ્રશિક્ષિત કરાયા છે. તારીખ ૨૦  જુલાઈ ના રોજ યોજાયેલ શિબિરમાં બીજા ૩૦  બહેનોને તાલીમ આપી ગુજરાત ના જાણીતા બાળ કવિ કૃષ્ણ દવેના  વરદ હસ્તે ક્રાફટ કીટનું વિતરણ કરવામાં આવેલ.

Previous articleરાજુલા સરકારી હોસ્પિટલમાંથી ગે.કા. વાહન પાર્કિંગ હટાવવા ચેમ્બર ઓફ કોમર્સની માંગ
Next articleચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિસ્કીટના ગોડાઉનમાં આગ