ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિસ્કીટના ગોડાઉનમાં આગ

1318

ભાવનગરના ચિત્રા, જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બિસ્કીટના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવી હતી. શહેરના ચિત્રા જીઆઈડીસીમાં આવેલ મહેબુબભાઈ રજાકભાઈ તથા મહિપતસિંહ જટુભા ગોહિલની માલિકીના બિસ્કીટના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં બિસ્કીટનો જથ્થો તથા અન્ય સામાન આગની લપેટમાં આવી ગયો હતો.

Previous articleશિશુવિહાર સંસ્થા દ્વારા ક્રાફટ કીટનું વિતરણ કરાયું
Next articleજૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ