ભાવનગર શહેરમાં વહેલી સવારે વિજળીના ચમકારા અને કડાકા-ભડાકા સાથે પડેલ બે ઈંચ વરસાદના પગલે શહેરમાં કાળુભા રોડ પર આવેલ વડલાનું મોટુ ઝાડ તુટી પડ્યું હતું. આ ઉપરાંત આંબાવાડી વિસ્તારમાં પણ એક ઝાડ ધારાશાયી થયું હતું.
ભાવનગર શહેરમાં વહેલી સવારે પડેલા બે ઈંચ વરસાદના પગલે શહેરના કાળુભા રોડ પર આવેલ વર્ષો જુનું વડલાનું મોટું ઝાડ તુટી પડ્યું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. અને ઝાડને હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. કાળુભા રોડ ઉપરાંત શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ એક ઝાડ પણ ધરાશાયી થયું હતું. જયારે શિવાજી સર્કલ નજીક કેટલાક ઝાડની ડાળીઓ તુટી જવાની ઘટના બની હતી.