ગોડીજી દેરાસરની આજે ૧૮૭મી સાલગીરીની કરાશે ભવ્ય ઉજવણી

744
bvn1722018-8.jpg

પ.પૂ. આચાર્ય ગચ્છનાયક હેમચંદ્ર મહારાજના શિષ્ય રત્ન પ.પૂ. ગુણશીલ વિજયજી મહારાજ આદિની નિશ્રામાં શહેરના વોરાબજાર ખાતે આવેલ ગોડીજી પાશ્વનાથ જીનાલયની ૧૮૭મી વર્ષગાંઠની ઉજવણી ફાગણ સુદ બીજ તા. ૧૭-ર-૧૮ના રોજ ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવશે. 
આ પ્રસંગે સવારના ૬-૩૦ કલાકે સ્નાત્ર, ૭-૦૦ કલાકે પ્રભુને અભિષેક, ૭-૩૦ કલાકે પ્રભુની પુજા, ૮-૩૦ કલાકે સતરભેદી પુજા, સવારના ૯-૧૮ કલાકે શિખરે ધજા આરોહણ, બપોરના ૧૧-૩૦ થી ર-૦૦ સોસાયટી સંઘ સ્વામીવાત્સલ્ય, સાંજે ૭-૩૦ કલાકે મહાઆરતી, રાત્રે ૮-૦૦ કલાકે અપુર્વ કામદારની સંધ્યાભકિત સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. 
આ પ્રસંગે સમગ્ર જીનાલયને આકર્ષીત રિતે શુશોભિત કરવામાં આવેલ છે. વિવિધ ફોલોટસ તથા જિનાલયના દરેક પ્રતિમાજીને કરેલ ભવ્ય આંગીના દર્શન કરવા જણાવાયું છે. આ પ્રસંગે સમગ્ર ભાવનગરના જૈનો માટે થાળી ડેકોરેશન સ્પર્ધાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા આદિગોડી ગામ વિભાગના યુવાનો તથા ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleવિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો
Next articleમેરેથોનના રજીસ્ટ્રેશન માટે ઉત્સાહ