ભાવનગર જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

864

ભાવનગર શહેર-જીલ્લામાં વહેલી સવારે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જિલ્લામાં અર્ધા થી સવા બે ઈંચ વરસાદ પડ્યો  છે. વહેલી પરોઢે વાદળોના ડરામણા ગડગડાટ સાથે વિજળી કડાકા-ભડાકાએ લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી.

ગોહિલવાડ પંથકમાં ભર ચોમાસે ઉનાળા જેવી ગરમી બફારાથી લોકો તોબા પોકારી ગાય છે. ત્યારે ગઈ મોડીરાત્રથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આજે રવિવારે વહેલી સવારે પાંચ વાગે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. વિજળીના ગડગડાટનો અવાજ એટલો તીવ્ર હતો કે બાળકો જ નહિ મહિલાઓ અને મોટી ઉંમરના લોકો પણ ડરી ગયા હતાં. શહેરમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. જો કે વરસાદ રહી ગયા બાદ ફરી સવારથી જ ફરી ગરમી શરૂ થઈ જતાં લોકો નિરશ થયા હતાં.

ભાવનગર શહેરમાં પર મી.મી. વરસાદ પડતા સીઝનનો કુલ વરસાદ ૩ર૭ મી.મી. થયો છે. શહેર ઉપરાંત ઉમરાળામાં સવો બે ઈંચ, વલ્લભીપુરમાં બે ઈચં, ધોળામાં અને જેસરમાં દોઢ ઈંચ, ગારિયાધારમાં અને પાલિતાણામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન નોંધાયેલા વરસાદ મુજબ ઉમરાળામાં પ૭ મી.મી., ગારિયાધારમાં ર૭ મી.મી. ધોળામાં ૩૬ મી.મી. જેસરમાં ૪૦ મી.મી. તળાજામાં ર૦ મી.મી., પાલિતાણામાં  ર૦ મી.મી. ભાવનગર શહેરમાં પર મી.મી., મહુવામાં ૧ર મી.મી. વલભીપુરમાં પપ મી.મી. અને સિહોરમાં ર૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

Previous articleહાદાનગરના નાળામાં તણાઈ જવાથી વૃધ્ધનું મોત
Next articleચેક બાઉન્સ કેસમાં કોઇના મિત્રાને છ મહિનાની સજા