ચેક બાઉન્સ કેસમાં કોઇના મિત્રાને છ મહિનાની સજા

416

ચેક બાઉન્સ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે અભિનેત્રી કોઇના મિત્રાને છ મહિનાની સજા ફટકારવામાં આવી છે. આની સાથે જ એક મોડલ પુનમ સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલા મામલામાં કોર્ટે કોઇનાને ૧.૬૪ લાખ રૂપિયાની સાથે વ્યાજ સાથે હવે ૪.૬૪ લાખ રૂપિયાનો આદેશ કર્યો છે. પુનમ શેઠીએ વર્ષ ૨૦૧૩માં કોઇનાની સામે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે  ફંડ નહીં હોવાના કારણે કોઇનાના ચેક બાઉન્સ થઇ ગયા હતા. જો કે કોઇના મિત્રાએ આ તમામ આરોપોને રદિયો આપ્યો છે. તે ચુકાદાની સામે હાઇકોર્ટમાં જવાનો નિર્ણય કરી ચુકી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટે કોઇનાની તરફથી આપવામા ંઆવેલી તમામ દલીલોને ફગાવી દીધી હતી. કેસ મુજબ કોઇનાએ પુનમ સેઠી પાસેથી જુદા જુદા સમય પર આશરે ૨૨ લાખ રૂપિયા લીધા હતા. આ રકમને પરત કરતી વેળા કોઇનાએ એક વખતે પુનમને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થઇ ગયો હતો. પુનમે ત્યારબાદ કોઇનાને લીગલ નોટીસ ફટકારી હતી. પરંતુ જ્યારે એ વખતે પણ રકમ પરત આપી ન હતી ત્યારે પુનમે છેલ્લે ૧૦મી ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે કોર્ટમાં કોઇનાની સામે કેસ દાખલ કરી દીધો હતો. કેસની  સુનાવણી દરમિયાન કોઇનાએ તમામ આરોપોને નકારી દીધા હતા. કોઇનાએ કહ્યુ હતુકે પુનમ સેઠીની સ્થિતી એવી નથી કે તે ૨૨ લાખ  રૂપિયા પરત આપી શકે . સાથે સાથે કોઇનાએ તેના ચેક ચોરી કરવા માટેનો પણ આરોપ પુનમ પર લગાવ્યો છે. આ મામલો હાલમાં લાંબો ખેંચાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

Previous articleભાવનગર જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
Next articleરિતિક રોશન અને કેટરીના કેફ ફરી એક સાથે ચમકશે