આસામ-બિહારમાં પુરના તાંડવમાં મોત આંક ૧૬૬

429

આસામ અને બિહારમાં પુર તાંડવ જારી છે. આજે વધુ પાંચ લોકોના મોત થયા હતા. આની સાથે જ બંને રાજ્યોમાં મળીને મોતનો આંકડો ૧૬૬ ઉપર પહોંચી ગયો છે. એકલા આસામમાં ૬૪ લોકોના મોત થયા છે. જ્યારે બિહારમાં ૧૦૨ લોકોના મોત થયા છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. એકલા બિહારમાં અસરગ્રસ્ત ૧૨ જિલ્લામાં કુલ ૭૨.૭૮ લાખ લોકોને અસર થઇ છે. પુરના કારણે હાલત કફોડી બનેલી છે. બે પૂર્વીય રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે.  બિહારમાં વધુ પાંચ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૦૨ ઉપર પહોંચી ગયો છે.  પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૧૨ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે આજે સીતામઢી અને દરભંગા જિલ્લામાં રાહત કેમ્પની મુલાકાત લીધી હતી. સાથે સાથે અસરગ્રસ્તને મળીને તેમની સ્થિતી અંગે માહિતી મેળવી હતી. નેપાળના તરાઇવાળા વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. બિહાર સરકાર સાથે હવે રોગચાળાને લઇને ખતરો રહેલો છે. બિહારમાં વધુ પાંચ લોકોના મોત થતાં મોતનો આંકડો ૧૦૨ ઉપર પહોંચ્યો છે. મધુબાની જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થતાં અહીં મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે. દરભંગામાં વધુ એકના મોત સાથે મોતનો આંકડો ૧૦ થયો છે. સીતામઢીમાં સૌથી વધુ ૨૭ લોકોના મોત થયા છે.  નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૧૨  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીયચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મોરીગાંવ જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થયા છે. બારપેટામાં ત્રણના મોત થયા છે. ૩૩ જિલ્લાઓ પૈકી ૨૪ પુરના સકંજામાં છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો થવાના  સંકેત નથી.  એકલા આસામમાં પુરના કારણે ૪૯  લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૬૪ ઉપર પહોંચી ગયો છે. ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આસામ અને બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, મેઘાલય અને આસામમાં સ્થિતિ વણસી ચુકી છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામના કેટલાક વિસ્તારમાં પુરના પાણી ઉતરી રહ્યા છે જેના કારણે સ્થિતિ હળવી બની રહી છે.

આજે મજોલી, બક્સામાં પુરના પાણી ઉતર્યા હતા. જો કે, કાઝીરંગા નેશનલ પાર્કમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. ૧૭ જિલ્લાઓમાં ૧૨ લાખ પ્રાણીઓને પુરના લીધે અસર થઇ છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં ૧૨૯ પ્રાણીઓના મોત થયા છે જે પૈકી ૧૦ ગેંડાઓનો સમાવેશ થાય છે.ઉત્તરપૂર્વીય રાજ્યમાં પુરના પાણી ઉતરી રહ્યા છે પરંતુ લોકોની સ્થિતી હાલમાં નહીં સુધરે તેવા સંકેત છે. કારણ કે તેમના કાચા મકાનો પાણી હેઠળ છે.

Previous articleઅમરનાથ દર્શન માટે ૩૧૭૮ લોકો રવાના : સઘન સલામતી
Next articleદેશમાં લકઝરી કાર માર્કેટમાં હાલમાં મંદી : ભારે નિરાશા