શામળાજીના મેશ્વો ડેમમાં ૧૮ વર્ષીય યુવાન પગ ધોવા જતા લપસીને ડેમમાં ડૂબ્યો, મોત

892

તાલુકાના કુલ્લા (અઢેરા) ગામનો અને કચ્છમાં પરિવાર સાથે રહેતો ૧૮ વર્ષીય યુવક રવિવારે મિત્રો સાથે શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમ જોવા ગયા હતા. ડેમમાં અંદર હાથ-પગ ધોવા ઉતરતા યુવકનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મિત્રોએ બુમાબુમ કરી મૂકી હતી. યુવકને બચાવવા એક યુવકે પ્રયાસ કરતા પ્રયાસ નિષ્ફળ રહેતા તેમની આંખો સામે યુવક પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું.

મેશ્વો ડેમમાં યુવક ડૂબવાની ઘટના બનતા તેના મિત્રોએ યુવકના પરિવારજનો અને શામળાજી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શામળાજી પીએસઆઈ સંજય શર્માએ ઘટનાની ગંભીરતા સમજી હિંમતનગરથી તરવૈયા બોલાવતા ભારે જહેમત પછી મૃતક યુવકનો મૃતદેહ ડેમમાંથી શોધી કાઢવામાં સફળતા મળતા શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

કંડલા પોર્ટ પર ફરજ બજાવતા પિતાની સાથે રહેતો અને કુલ્લા (અઢેરા) ગામનો અંકિત ખીમજીભાઈ કટારા (ઉં.વ.૧૮) શનિવારે કંડલા પોર્ટથી વતનમાં આવ્યો હતો. રવિવારે તેના મિત્રો સાથે પિકનિક મનાવવા શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમ પર પહોંચ્યો હતો. મિત્રો સાથે મોજમસ્તી કરી સાંજના સુમારે ઘરે પરત ફરતા સમયે મેશ્વો ડેમની અંદર તમામ મિત્રો ઉતર્યા હતા. અંકિત ડેમના પાણીમાં પગ ધોવા જતા પગ લપસતાં ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંકિતના મિત્રોએ યુવકના પરિવારજનોને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Previous articleકરમસદ શહેરમાં તસ્કરોનો આતંકઃ બંધ મકાનમાં ૫૦ હજારની ચોરી કરી ફરાર
Next articleદારૂ ઢીંચી નોકરી કરતાં બસ ડ્રાઈવર- કંડકટર સસ્પેન્ડ