દારૂ ઢીંચી નોકરી કરતાં બસ ડ્રાઈવર- કંડકટર સસ્પેન્ડ

1238

દારૂ ઢીંચી શનિવારે એસટી બસ લઇ નીકળેલા થરાથી પાટણની જતી બસ ના ડ્રાઇવર કંડક્ટરને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. દિયોદર એસટી ડેપોમાં ફરજ બજાવતા કન્ડક્ટર રામસીભાઇ. બી.સોલંકી અને ડ્રાઇવર દશરથભાઇ રબારી શનિવારે દિયોદર ડેપોમાંથી થરાથી પાટણ જતી બસ નંબર જીજે ૧૮ વાય ૦૯૫૧ ને લઇ નીકળ્યા હતા.

રસ્તામાં બસની મુસાફરી દરમિયાન મુસાફરોને કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં બેઠેલો હોવાનું માલુમ પડતાં જ મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. જેને લઇ કંડકટર મુસાફરોની માફી માંગતો વીડિયો વાયરલ થયો છે. જેમાં કંડકટર મુસાફરોની માફી માગી રહ્યો છે અને મને ડબલ ડ્‌યુટી આપી હોવાનું દારૂના નશામાં ધૂત કંડક્ટર બોલી રહ્યો છે જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એસટી તંત્રને હાથે લાગ્યો હતો. જેને લઇ બનાસકાંઠા એસટી વિભાગીય નિયામક દ્વારા દારૂના નશામાં ધૂત એવા કન્ડક્ટર રામસીભાઇ.બી.સોલંકી તેમજ ડ્રાઇવર દશરથભાઇ રબારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

Previous articleશામળાજીના મેશ્વો ડેમમાં ૧૮ વર્ષીય યુવાન પગ ધોવા જતા લપસીને ડેમમાં ડૂબ્યો, મોત
Next articleબે કોન્સ્ટેબલ વચ્ચે વહીવટનો ઝઘડો, બંને કોન્સ્ટેબલ સ્યુસાઈડ નોટ લખી ગુમ