ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર સિઝન વચ્ચે હવે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. બપોરના ગાળામાં ગરમીનો અનુભવ પણ થઇ રહ્યો છે. અમદાવાદમાં અને રાજ્યના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાન પરથી આ બાબતની સાબિતી પણ મળી જાય છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી રહ્યું હતું જે રાજ્યમાં સૌથી ઠંડા વિસ્તાર તરીકે રહ્યું હતું જ્યારે મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૩થી લઇને ૧૬ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૫ ડિગ્રી થઇ શકે છે. નિચલી સપાટી ઉપર સામાન્યરીતે ઉત્તરપૂર્વીય પવનો હાલમાં ફુંકાઈ રહ્યા છે. શિવરાત્રિ બાદ ગરમીની શરૂઆત થઇ હોવાનો મત મોટાભાગના લોકો વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ તમામ જગ્યાઓએ લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. આજે એકાએક ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. શિવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયા બાદ હવે ધારણા પ્રમાણે જ ગરમીની શરૂઆત થઇ રહી છે. ઠંડીની સિઝન હવે પૂર્ણ થઇ છે. ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં ગુરુવારની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફારની તકો દેખાતી નથી. શહેરમાં બપોર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. બેવડી સિઝનના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના ૧૦ જ દિવસમાં ૧૬૧ કેસો સપાટી ઉપર આવ્યા છે. મચ્છરજન્ય રોગથી પણ લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નહીવત ફેરફારની સ્થિતિ જોવા મળી છે. આ સ્થિતિ આગામી બે ત્રણ દિવસ દરમિયાન યથાવત રહેવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે ગુરુવારના દિવસે લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે.