છેલ્લા બે વર્ષમાં મહાત્મા મંદિરની ભાડાની આવક ૧૭.૪૦ કરોડ થઇ

424

વાયબ્રન્ટ સમિટથી જાણીતા બનેલા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ તો યોજાઇ છે, સમિટ સિવાયના દિવસોમાં પણ સરકારી અને ખાનગી કાર્યક્રમો યોજાઇ છે. રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષમાં ૧૦૭ સરકારી અને ખાનગી કાર્યક્રમોથી મહાત્મા મંદિરને ભાડાની ૧૭.૪૦ કરોડની આવક થઈ છે.

મહાત્મા મંદિરમાં ૩૧ મે, ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૧૦૭ કાયક્રમ યોજાયા હતા. જેમાં ૧ જૂન, ૨૦૧૭થી ૩૧ મે, ૨૦૧૮ સુધીમાં ૨૭ સરકારી અને ૩૧ ખાનગી કાર્યક્રમ યોજાયા હતા. જયારે ૧ જૂન, ૨૦૧૮થી ૩૧ મે, ૨૦૧૯ સુધીમાં સરકારી ૨૪ અને ખાનગી ૨૫ કાર્યક્રમ યોજાયા હતા.

આ કાર્યક્રમ પેટે ૧ જૂન, ૨૦૧૭થી ૩૧ મે, ૨૦૧૮ સુધીમાં ૬,૩૦,૯૫,૭૬૪ અને ૧૧,૦૯,૩૮,૭૯૦ મળીને કુલ રૂ. ૧૭,૪૦,૩૪૫૫૪ રકમ ભાડા પેટે મળી હતી. જોકે, મહાત્મા મંદિરમાં યોજાતા કાર્યક્રમમાં ૪૮,૬૪,૬૪૯ રકમ બાકી છે. મોટાભાગના સરકારી કાર્યક્રમો હવે મહાત્મા મંદિરમાં જ થાય છે. પણ, આ સાથે ખાનગી સંસ્થાઓ પણ મહાત્મા મંદિર ભાડે લેતી હોવાથી આવક સારી થઇ રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. જો કે, ખર્ચના આંકડા હજુ સુધી જાહેર થયા નથી જો આંક કાઢવામાં આવે તો મહાત્મા મંદિર નફામાં ચાલે છે કે નુકશાનમાં તે ખબર પડી શકે છે.

Previous articleગાંધીનગર : પોલીસ વાનમાં જ કેદીઓએ PSI ઉપર હુમલો કર્યો
Next articleગુજરાતમાં TB કરતા AIDSના દર્દીઓ વધુ, અમદાવાદમાં સૌથી વધુ HIV પીડિત