રાજુલા, ખાંભા ખરીદ વેચાણ સંઘની આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા હતા. ભાજપનો ભગવો લહેરાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત કલેકટર તેમજ પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઇ વરૂની બિનહરીફ વરણી થઇ હતી. ભાજપનો ભગવો લહેરાયો હતો. સંઘમાં પ્રમુખ થનાર જીજ્ઞેશભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડના પણ ચેરમેન છે. અને સૌથી નાની વયે ૨૮ વર્ષે સહકારી ક્ષેત્રમાં પ્રમુખ થવાનો વિક્રમ કર્યો છે. જેમાં જિજ્ઞેશભાઇ પટેલને બબ્બે સંસ્થાની રાજુલા માર્કેટયાર્ડ પ્રમુખ તો છે જ ત્યાં સર્વાનુમતે ખરીદ વેચાણ સંઘના પ્રમુખની જવાબદારી સોંપવામાં પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી, માણશીયાભાઇ ડાભીયા, ભૂપતભાઇ વરૂ, કાતર દરબાર દાદબાપુ વરૂ, વિનુભાઇ રાદડીયા, બાબભાઇ વાવેરા, તેમજ ચેતનભાઇ શિયાળ ટીંબી યાર્ડ પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સ્થાનેથી જીલુભાઇ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઇ વાઘ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, ખેડૂત આગેવાનો વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઇ વોરા સહિતના જીજ્ઞેશભાઇ પટેલ પર તેની કોઠાસૂઝ અને પારદર્શક વહિવટના ગુણો તેમને પ્રમુખપદ તાજ સામેથી આવે છે.