ફળોની રાણી ગણાતી અને સ્વાદ શોખીનોની દાઢે વળગી જતી કેરીનું આગમન માર્ચ મહિનામાં શરૂ થઇ જશે, જોકે સ્વાદરસિયાઓએ દિણક્ષણ ગુજરાતની આફૂસ કે ગીરની કેસર ખાવા માટે બે મહિના રાહ જોવી પડશે, કારણ કે વાતાવરણની વિપરીત અસરના કારણે ગુજરાતમાં કેરીની સિઝન મોડી ચાલી રહી છે, જોકે રત્નાગીરી એક મહિનામાં બજારમાં આવે તેવી શક્યતા છે. ગુજરાતનાં બજાર આગામી માસથી કેરીથી છલકાશે, પરંતુ એ કેરી દિક્ષિણ ભારતથી આવશે, જોકે હાલમાં બજારમાં ગુજરાતની ખાકડીનું આગમન થઇ ગયું છે. શરૂઆતના તબક્કે મોંઘી વેચાતી ખાકડીનો ભાવ અત્યારે રૂ.૧૮૦થી રપ૦ સુધી પ્રતિકિલો છે. મહારાષ્ટ્રથી દિણક્ષણ ભારતના પટ્ટામાં ચોમાસાનું આગમન વહેલું થાય છે અને ચોમાસું વહેલું પૂરું થવાના કારણે કેરીનું આગમન પણ તે પ્રમાણે થાય છે. આંબામાં મોર આવવાનું, ફળનું બંધારણ અને કાપણી સુધીનો વિકાસ ગુજરાત કરતાં મહારાષ્ટ્ર અને દિરક્ષણ ભારતમાં વહેલો થતો હોઇ રત્નાગીરી સહિતની કેરીનું આગમન ગુજરાતમાં માર્ચથી શરૂ થઇ જાય છે, જોકે આ કેરીઓ પણ ગુજરાતમાં એટલી જ ખવાય છે. ખાકડી તરીકે ઓળખાતી કાચી કેરી ગુજરાતી ભોજનમાં સંભારા તરીકે પ્રચલિત છે. હાલમાં સ્થાનિક બજારમાં ખાકડીની આવક શરૂ થઇ ચૂકી છે. સામાન્ય રીતે એપ્રિલથી ગીરની કેસરની આવક પણ શરૂ થઇ જાય છે. હાલમાં વારંવાર પલટાઇ રહેલા વાતાવરણના કારણે કેરીના પાક પર વાતાવરણની માઠી અસર પડશે, જેના કારણે ગીરની કેસર અને વલસાડી આફૂસ પર તેની વધુ અસર થશે. કુદરતી રીતે પાકેલી સાંખ બજારમાં આવતાં આ વખતે એપ્રિલના બદલે મે મહિનો આવી જશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત સંશોધન કેન્દ્રના ડો.આર.આર. વીરડિયાએ કહ્યું હતું કે આ વર્ષે હાલમાં આંબા પર હજુ ફલાવરિંગ થયું છે, જે એક મહિનો મોડું છે. આંબા પર વટાળા અને મગીયા જેવડાં ફળ બેઠાં છે.