ઇસરોનાં ચંદ્રયાન-૨ મિશન બાહુબલી લોન્ચીંગનું સચિત્ર વ્યાખ્યાન યોજાયું

856

માનવ કલ્યાણ અને સંરક્ષણ માટે અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલ મિશનો તથા તેમની સિદ્ધિઓ દેશ માટે એક ગૌરવની વાત છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આપણો દેશ મોખરાનું સ્થાન ધરાવે છે, જેની પાછળ આપણા દેશના મહાન વિજ્ઞાનીઓ અને તેમની મહેનત છે. ઓછા સમયમાં ઓછા ખર્ચે, વધુ સારું કાર્ય થઇ શકે એવા મહાન ઉદ્દેશ્યોને સિદ્ધ કરતા મોટા મિશનોમાં સંપૂર્ણ સફળતા હાસિલ કરી આપણો દેશ આગળ રહ્યો છે. ઈસરોની અનેક સિદ્ધિઓ દ્વારા આપણા દેશે અવકાશ વિજ્ઞાનમાં પોતાની મહત્વ પૂર્ણ જગ્યા બનાવી છે.

ઈસરો દ્વારા આવા મોટા મિશનોની સાક્ષી બનવા અને આજની જિજ્ઞાસુ યુવા પેઢીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધારવા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર સતત કાર્યરત રહ્યું છે. ૨૦૦૮માં ઈસરો દ્વારા  ભારતનું  ચંદ્રયાન-૧ મિશન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ. તેની સફળતા બાદ તા.૨૨ જુલાઈ, બપોરે ૨ઃ૪૬ મીનીટે બાહુબલી  (GSLV MK-III)  રોકેટ વડે શ્રી હરિકોટા ખાતેથી આપણા દેશનું બીજું ચંદ્ર મિશન ચન્દ્રયાન-૨ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતુ યાન, ચંદ્ર પર ઉતરાણ કરવામાટે (લેન્ડીંગ) ‘વિક્રમ લેન્ડર’ યાન અને વાહન ‘પ્રજ્ઞાન રોવર’ નો સમાવેશ થાય છે, આ ત્રણેય ભાગ ભારત વડે નિર્મિત છે. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા તા. ૨૨ ને સોમવારના રોજ બપોરે ૨ઃ૧૫ કલાકથી ૩ઃ૩૦ કલાક દરમ્યાન ચંદ્રયાન-૨ મિશન સાથે જોડાયેલ માહિતી અને આ મિશનની પ્રક્ષેપણ પૂર્વ તૈયારીઓની Live Striming દ્વારા વિશેષ માહિતી આપતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં હર્ષદભાઈ જોષી દ્વારા આ મિશનની વિશેષ માહિતી આપવામાં આવેલ.

Previous articleશિહોર મહાગૌતમેશ્વર નગરમાં વૃક્ષરોપણ
Next articleવરલથી ટાણા જઇ રહેલી ૧૦૮ ની ગુલાટ