વરલથી ટાણા જઇ રહેલી ૧૦૮ ની ગુલાટ

1026

સિહોર તાલુકાનાં વરલ ગામેથી આજે બપોરનાં સુમારે સગર્ભા મહિલાને ટાણા હોસ્પીલમાં લઇ જઇ રહેલી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પલ્ટી ખાઇ ગયેલ જો કે તમામનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સિહોર તાલુકાનાં વરલ ગામેથી આજે બપોરનાં સુમારે એક ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ટાણા હોસ્પીટલ લઇ જવાઇ રહી હતી ત્યારે ટાણાથી એકાદ કિ.મી. દૂર રસ્તા ઉપર અચાનક ખૂંટીયો આવતા એમ્બ્યુલન્સ સાથે અથડાતા એમ્બ્યુલન્સને સાઇડમાં લેવા જતાં રોડ પરથી ઉતરી ૧૦૮ પલ્ટી ખાઇ ગયેલ જો કે ગર્ભવતી મહિલા સહિત તમામનો આબાદ બચાવ થયો હતો અને મહિલાને તાત્કાલીક હોસ્પીટલ ખસેડાઇ હતી.

Previous articleઇસરોનાં ચંદ્રયાન-૨ મિશન બાહુબલી લોન્ચીંગનું સચિત્ર વ્યાખ્યાન યોજાયું
Next articleમા-બાપ સાથે દુર્વ્યવહાર કરનાર પુત્રને પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો નહિ