ગુજરાતમાં ૨૬૦૦ કરોડની પાક વિમાની ચુકવાયેલ રકમ

646

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં ૨૬૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે. પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોપર્સ  ફંડ ઉભુ કરવા રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે જેનાથી સમયસર ખેડૂતોને પાક વીમા પેટે તેમના નુકસાનની રકમ આપી શકાય. કૃષિ મંત્રીએ મગફળી માટે રૂપિયા ૧૮૦૦ કરોડ જેટલી રકમ પાક વીમા પેટે ચૂકવાઈ હતી તેમ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાક વીમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને તે ક્રોપ કટિંગને આધારે પાક વીમાની ગણતરી કરી રકમ ચૂકવવામાં આવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સરકાર ખેડૂતોની ચિંતા કરે છે એટલે ગઈ સાલ અનિયમિત ચોમાસુ હતુ અને કેન્દ્રના દુષ્કાળના નિયમો મુજબ પાંચ ઇંચ વરસાદ સુધી સબંધિત વિસ્તારો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે, પરંતુ આ સરકારે ૧૪ ઇંચ વરસાદ થયો હોય તેવા વિસ્તારને વાસ્તવિક સ્થિતિ અને જે તે વિસ્તારના ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ તેને પણ અછતગ્રસ્ત જાહેર કરી રાજ્ય સરકારે ઇનપુટ સબસીડીના લાભ અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આપ્યો છે.

આવા ૧૫ થી ૧૭ લાખ ખેડૂતોને પાક વીમા સિવાય ઈનપુટ સબસીડી ચૂકવી લાભ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, વિમાની રકમ નુકશાનીના આધારે ચૂકવવામાં આવે છે, પરંતુ ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રીમિયમની રકમો શરતોને આધીન ચૂકવવામાં આવે છે અને ક્રોપ કટિંગની નિયત પદ્ધતિને આધારે જે-તે ખેડુતોના દાવાઓની રકમ ચૂકવવામાં આવે છે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ૫૦ ટકાથી વધુ વાવેતર જે પાકનું થયું હોય તેને મુખ્ય પાક ગણવામાં આવે છે અને તેને પાક વિમામાં સમાવી લેવાય છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કેટલાક પાકો લાંબાગાળાના હોઇ વીમાકંપની દ્વારા ક્રોપ કટિંગની પ્રક્રિયાના સર્વે કરી પછી જ પાક વીમો ચૂકવે છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, પાક વીમાના પ્રીમિયમ પેટે ટેન્ડરથી મળેલ કંપનીના પ્રીમિયમ દરમાંથી ખેડૂતો તરફથી ભરવામાં આવેલ પ્રીમિયમ દર બાદ કરી બાકી રહેલ પ્રીમિયમ દરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેલો છે. મંત્રીએ જણાવ્યું કે, તા.૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૦૧૭માં ખરીફ પાક માટે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીને ૧૩,૯૨,૭૦,૦૫,૮૯૬ રવિ ઉનાળુ પાક માટે ૩૮,૩૬,૯૮,૭૬૩, ૨૦૧૮માં ખરીફ પાક પેટે ૧૩,૩૫,૩૦,૦૨,૪૯૩ તથા રવિ ઉનાળો પાક માટે ૩૩,૬૫,૭૬,૦૭૨ અને આટલી જ રકમ કેન્દ્ર સરકાર તરફથી પ્રીમિયમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

Previous articleમા-બાપ સાથે દુર્વ્યવહાર કરનાર પુત્રને પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો નહિ
Next articleલોકોને પીવાના પાણીની કોઇ જ તકલીફ નહીં પડે : સરકાર