મંડળી બચાવવાની માંગ સાથે ધરણાં

581

ભાવનગરની મહાલક્ષ્મી શરાફી સહકારી મંડળી ફડતામાંથી કાર્પસી થાય તે માટે ંમડળીનાં સભાસદો દ્વારા છેલ્લા ૩ વર્ષની જિલ્લા રજીસ્ટ્રાર તથા રાજકી આગેવાનોને લેખીત તથા મૌખિક રજૂઆત કરી રહ્યા છે. છતાં પરિણામ ન આવતા આજે બહુમાળીભવન, રજીસ્ટ્રાર કચેરી સામે મંડળીનાં સભાસદો દ્વારા પ્રતિક ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં મંડળી બચાવ સમિતનાં અધ્યક્ષ નટુભાઇ કાંબડ, રમેશભાઇ ધાંગધ્રીયા, જગદીશસિંહ સરવૈયા, મંગાભાઇ ચૌહાણ, દેવવ્રતભાઇ દવે સહિત જોડાયા હતા. આ પ્રશ્ન વહેલી તકે નહીં ઉકેલાય તો ઉગ્ર લડતની ચીમકી પણ સભાસદોએ ઉચ્ચારી હતી.

Previous articleરાજ્યપાલ દેવવ્રત આચાર્ય ગાંધી આશ્રમની મુલાકાતે….
Next articleજિલ્લા પંચાયત બેઠકમાં ઠરાવો સર્વાનુમતે પાસ થયા