જિલ્લા પંચાયત બેઠકમાં ઠરાવો સર્વાનુમતે પાસ થયા

1126

ભાવનગર જિલ્લા પંચાયતનાં જનરલ બોર્ડ બેઠક પ્રમુખ વક્તુબેન મકવાણાનાં પ્રમુખપદે મળેલ બેઠક ઉપર બી.કે.ગોહિલ વિગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.

મળેલી બેઠકમાં એજન્ડા પરના તમામ મુદ્દાઓ સર્વાનુમતે પાસ કરી દેવામાં આવ્યા હતા. મળેલી આ બેઠકમાં પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, નેતા પદુભા ગોહિલ વિગેરે કોંગી સભ્યોએ પ્રશ્નોત્તરીમાં પ્રશ્નોની રજુઆતો કરી હતી. મળેલી આ બેઠકમાં ગોવિંદભાઇ મોરડીયા પણ હાજર રહ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ભરતભાઇ હડીયા, સહિતના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા

વિપક્ષ દ્વારા લોકોના પ્રશ્નો ઝડપી વિના વિલંબે ઉકેલવા તંત્રને પ્રેરક અનુરોધ કર્યો હતો. બેઠકમાં ટૂંકા સમયમાં પ્રશ્નોની ચર્ચા કરી બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી. વિપક્ષે કોઇ ખાસ મુદ્દા ઉઠાવ્યા નહોતા. બેઠકમાં ધારાસભ્ય આર.સી.મકવાણા, પેથાભાઇ આહીર વિગેરે હાજર રહ્યા હતા.

Previous articleમંડળી બચાવવાની માંગ સાથે ધરણાં
Next articleજિ.પં. પથિકાશ્રમ ખાતે ફંક્શન હોલનું લોકાર્પણ