માલણકા ગામને વરતેજ સબ ડીવીઝનમાં સમાવવા રજૂઆત

583

ભાવનગર તાલુકાનાં માલણકા ગામને ઘોઘા સબ ડીવીઝનંમાંથી (ભુંભલી ફિલ્ટર) માંથી વિજળી આપવામાં આવે છે. પરંતુ જ્યારથી પીજીવીસીએલ વરતેજ ઓફીસમાંથી માલણકા ગામને ઘોઍગા પીજીવીસીએલમાં ફેરવવામાં આવ્યું છે ત્યારથી આજ સુધામાં માલણકા ગામને સમયસર વિજળી આપવામાં આવી નથી અને રીપેરીંગ કામ પણ ફરિયાદ કરવા છતાં સમયસર કરવામાં આવતું નથી. માલણકા ગામમાં પણ ઘણાં બધા ગૃહઉદ્યોગો આવેલ છે અને વસ્તી અને વિસ્તારમાં ખુબ જ મોટું ગામ છે અને ભાવનગર મહાનગરની બાજુનું પહેલું ગામ છે. જેથી નાના મોટા ઉદ્યોગો અને દુકાનો પ્રોવીઝનો વિગેરે ધંધાઓ વિજળી વગર ખોટ ખાય છે. અને માલણકા ગામને વારંવાર વીજળી વગર રહેવાનો વારો આવે છે જેથી માણલકા ગામનાં લોકો વારંવાર રજુઆત અને વારંવાર લાઇટ જવાથી પૂરી રીતે ત્રસ્ત થઇ ગયેલ છે. જેથી માલણકા ગામનાં રહીશો દ્વારા માલણકા ગામનું લાઇટનું ઘોઘા પીજીવીસીએલ સેન્ટરમાંથી વરતેજ પીજીવીસીએલ સેન્ટરમાં ફેરવવા તા.પ.સભ્યની આગેવાની હેઠળ વીજકંપની સમક્ષ રજુઆત કરવામાં આવેલ અને સમયસર કાર્યવાહી નહીં આવે તો ગામ લોકો ધરણાં ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવેલ.

Previous articleજિ.પં. પથિકાશ્રમ ખાતે ફંક્શન હોલનું લોકાર્પણ
Next articleકામ આપવાનું બંધ કરી દેવાતા કંપની સામે કામદારોનાં ધરણાં