સલમાન ખાનને લઇને શેરખાન નામની ફિલ્મ આખરે ન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સલમાન ખાન અન્ય જુદા જુદા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. જેથી સોહિલ ખાને આખરે તેના ચર્ચાસ્પદ શેરખાન ફિલ્મના પ્રોજેક્ટને રદ કરી દીધો છે. ફિલ્મમાં સલમાન ખાન કામ કરનાર હતો. જો કે તેની પાસે બિલકુલ સમય ન હોવાના કારણે આખરે વ્યાપક વિચારણા કર્યા બાદ ફિલ્મ નિર્માણને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના સંબંધમાં લાંબા સમયથી અફવા અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો.ફિલ્મને લઇને જુદા જુદા હેવાલ આવી રહ્યા હતા. પહેલા એવા અહેવાલ આવી રહ્યા હતા કે સલમાન ખાન જ આ ફિલ્મમાં લીડ રોલ કરનાર છે. પરંતુ મોડેથી એવી વાત કરવામાં આવી હતી કે સલમાનની જગ્યાએ વરૂણ ધવન લીડ રોલ કરશે. સલમાન ખાન પાસે હાલમાં બિલકુલ સમય નથી. આવી સ્થિતીમાં પોતાની અટવાઇ પડેલી ફિલ્મને આગળ નહીં વધારવાનો સંકેત હવે આપવામાં આવ્યો છે. સલમાનની જગ્યાએ આ ફિલ્મમાં વરૂણ ધવન અથવા તો ટાઇગર શ્રોફને લઇને તેને આગળ વધારી દેવાની તૈયારી પણ કરવામાં આવી હતી. જો કે આ યોજનાને પણ સફળતા મળી નથી. જેથી હવે પ્રોજેક્ટ સંપૂર્ણપણે પડતો મુકી દેવામાં આવ્યો છે.
સોહિલે કહ્યુ છે કે કાસ્ટ અંગે નિર્ણય કરવામાં આવ્યો નથી. સોહિલ ખાને પ્રોજેક્ટને રદ કરવા માટે અન્ય કોઇ કારણ આપ્યા નથી. જો કે જાણકાર લોકોનુ કહેવુ છે કે સલમાન ખાન પાસે એકથી એક મોટા પ્રોજેક્ટ હાથમાં રહેલા છે. હાલમાં દબંગ સિરિઝની નવી ફિલ્મ, સંજય લીલાની નવી ફિલ્મને લઇને તે વ્યસ્ત છે. સલમાન ખાન છેલ્લે ભારત નામની ફિલ્મમાં હાલમાં નજરે પડ્યો હતો. જે સરેરાશ સફળ રહી હતી.