વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપઃ આર્યન નેહરાની સિદ્ધિ, નાની ઉંમરમાં ભારતીય સ્વિમર બન્યો

677

ગુજરાતનો સ્ટાર સ્વિમર આર્યન નેહરાએ એક મોટી સિદ્ધિ નોંધાવી છે.

૧૫ વર્ષીય આર્યન સાઉથ કોરિયાના ગ્વાંગજુમાં રમાઈ રહેલી સ્વિમિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં ૭૦ વર્ષ બાદ ભારતનું પ્રતિનિધિત્વ કરનારો સૌથી નાની ઉંમરનો ભારતીય સ્વિમર બન્યો છે.

અમદાવાદી આર્યન નાની ઉંમરમાં ઘણી સિદ્ધિઓ મેળવી ચૂક્યો છે. હાલમાં તે બેંગકોકની બ્રિટિશ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતો રહે છે. આર્યન ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઈલમાં નિષ્ણાંત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના પુત્ર આર્યનનો સમાવેશ ભારત સરકારની ટારગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ માટે પણ પસંદગી કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર એવા ખેલાડીઓનો સમાવેશ કરે છે જે ઓલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવી શકે છે.

આ વર્ષે જૂનમાં રાજકોટમાં રમાયેલી ૩૬મી સબ જૂનિયર અને ૪૬મી જૂનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં પણ તેણે રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આર્યને જૂનિયર બોયસમાં ૪૦૦ મીટર ફ્રીસ્ટાઈલમાં ૪ મિનિટ અને ૦.૯૧ સેકન્ડના સમય સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો.

Previous articleભારત સામે ટી-૨૦ માટે વેસ્ટઇન્ડિઝની ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર
Next articleટેબલ ટેનીસઃ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતની ક્લીન સ્વીપ, ૭ મેડલ મેડલ જીત્યા