અમરનાથ યાત્રા : દર્શન માટે ૩૦૬૦ શ્રદ્ધાળુ રવાના થયા

459

વાર્ષિક અમરનાથ યાત્રામાં હજુ સુધી છેલ્લા ૨૨ દિવસના ગાળામાં જ ૨.૮૫ લાખથી વધુ  શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. આની સાથે જ એક નવો રેકોર્જ સર્જાઇ ગયો છે. ગયા વર્ષના રેકોર્ડનો આની સાથે જ તુટી ગયો છે. અમરનાથ યાત્રામાં ૨૨માં દિવસે ૧૩૩૭૭ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. આજે સવારે ૩૦૬૦ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી આ વર્ષે હજુ સુધી ૨૨ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં ૧૮ શ્રદ્ધાળુઓ, બે સેવા કરનાર કર્મીઓ અને બે સુરક્ષા કર્મી સામેલ છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે. આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે. કેટલીક જગ્યાએ ઓક્સિજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જોરદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયાહતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકો પણ પુરતી મદદ અમરનાથ યાત્રીઓને કરી રહ્યા છે. યાત્રા ૧૫મી ઓગષ્ટના દિવસ સુધી ચાલનાર છે.   અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી યાત્રા સાનુકુળ માહોલમાં જારી રહી છે. શ્રી અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓએ કહ્યુ છે કે યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૨.૮૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં દર્શન કરી ચુક્યા છે. બાબા બફાર્નીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પડાપડી કરી રહ્યા છે. પોલીસે કહ્યુ હતુ કે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે કાફલામાં ભગવતીનગર યાત્રી નિવાસથી ૩૦૬૦ જેટલા શ્રદ્ધાળુઓની ટુકડી રવાના કરવામાં આવી હતી. અમરનાથ યાત્રાના પ્રથમ ૨૨ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૮૫ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. શ્રદ્ધાળુઓનો આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે. મોટી ટુકડીઓમાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે.  આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. કાશ્મીર ખીણ માટે શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી.  આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે. અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે.

Previous articleટેબલ ટેનીસઃ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતની ક્લીન સ્વીપ, ૭ મેડલ મેડલ જીત્યા
Next articleઆંધ્રપ્રદેશ : પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત