અહો આશ્ચર્યમ..!! બીજા માળેથી પટકાયેલા મહિલાનો પગ તૂટીને ખભા સુધી પહોંચ્યો

830

રાજ્યમાં એવી અનેક ઘટનાઓ બનતી હોય છે કે તેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. ત્યારે સુરતમાં એક ગમખ્વાર ઘટના સામે આવી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારની એક સોસાયટીમાં તારાબેન લક્ષ્મણભાઇ વાસફોડ (૫૦) પરિવાર સાથે રહે છે. ત્યારે તારાબેન નાના પુત્ર સાથે સુતા હતા. તે દરમિયાન સવારે ૬ વાગ્યાની આસપાસ અચાનક કોઇક કારણસર બીજા માળેથી નીચે પટકાયા હતા. મહિલાનો પગ એવી રીતે તૂટ્યો કે જમણા હાથના ખભા સુધી પહોંચી ગયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં મહિલાને ખસેડી હતી. આ ઘટના બાદ નીચે બુમાબુમ થઈ જતા પરિવાર ઉંઘમાંથી ઉઠીને દોડ્યું થયું હતું.આ મહિલા તેમના પતિ સાથે વાસના ટોપલા બનાવવાના કામકાજ સાથે સંકળાયેલા છે. આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોના રેસિડેન્ટ ડો. અંકુર અને તેમની ટીમે તાત્કાલિક તારાબેનને પ્રાથમિક સારવાર આપી હતી. અને પગ સીધો કરી ઇમરજન્સી મેડિસિન વિભાગમાં દાખલ કરી દીધા હતા. ત્યારબાદ તૂટી ગયેલા પગની સર્જરી માટે થાપા, કમર, પગ અને હાથના એક્સ-રે પાડવા માટે સૂચન કર્યું છે.ડોક્ટરોનું કહેવું છે કે, તારાબેનને સિવિલમાં લાવવામાં આવ્યા ત્યારે તેનું બીપી ખૂબ જ ઓછું બતાવતું હતું. જેના કારણે હાલ તેમને ઈમરજન્સી મેડિસિન વિભાગમાં દાખલ કરાયા છે. ત્યારબાદ બીપી સ્ટેબલ થાય પછી એક્સ-રેને આધારે તેમને ઓપરેશનમાં લેવામાં આવશે.

Previous articleટ્રાન્સજેન્ડરને એક તરફી પ્રેમમાં મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ
Next articleટ્રાયલ રન પહેલાં મેટ્રો પાછળ ૫ વર્ષમાં ૪૦૦૦ કરોડ ખર્ચાયા, પ્રોજેક્ટને કારણે ૫૫૪ પરિવારો અસરગ્રસ્ત બન્યા