ગેંગરેપ પ્રકરણની તપાસમાં પોલીસનું મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં કોમ્બિંગ, શખ્સો રફૂચક્કર

512

પાંચ સંતાનોની માતાની જીંદગીને નર્ક બનાવનાર ગેંગરેપની જધન્ય ઘટનામાં પોલીસે ક્વિક રિસ્પોન્સ આપી નરાધમોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી શકમંદોને ઝડપી પાડવા અરવલ્લી પોલીસનો સહયોગ મેળવી રવિવારે રાણા સૈયદ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ.પરંતુ આ શખ્સો ફરાર થઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

શનિવારે મળસ્કે હિંમતનગર તાલુકામાં ખેતમજૂર મહિલા સાથે તેના પતિ અને પાંચ બાળકોની હાજરીમાં ગેંગરેપ કરાયો હતો અને આ બાબતે જ એક ચોક્કસ સમૂહ તરફ અંગૂલી નિર્દેશ કર્યો હતો. પોલીસે પિડિતાની દૂર્દાંત ઘટના સાંભળતાની સાથે તપાસ હાથ ધરી હતી અને હિંમતનગર શહેરમાં લગાવેલ કેમેરાઓએ પોલીસને મહદ્દઅંશે સફળતા અપાવી દીધી હતી.

ન્યાયમંદિર વિસ્તારમાં લગાવેલ કેમેરામાં ઘટનાના થોડા સમય પહેલા ઝાયલો ગાડી દેખાઇ હતી અને તે જ ગાડી સહકારી જીન ખાતેના કેમેરામાં કેદ થઇ હતી. ઝાયલો ગાડી નંબર પરથી આ ગાડી બ.કાં. જિલ્લાના થરા ની હોવાની ખૂલ્યા બાદ તે વાહન માલિકે આ ગાડી તલોદમાં વેચી હોવાનુ જણાવતા તલોદના શખ્સને શોધી કાઢી તેની પૂછપરછ હાથ ધરાઇ હતી.

આ શખ્સનો ભૂતકાળ પણ પોલીસ રેકોર્ડમાં હોવાની શંકા બાદ ઘટના સમયે તેની ઝાયલો ગાડીમાં કોણ કોણ હતા, કોણે શું કર્યું, ખેતરની ઓરડી પર પશુચોરી માટે ગયા હતા કે બદ ઇરાદો પાર પાડવા વગેરે બાબતોની પૂછપરછ બાદ શકમંદો મોડાસાના પુખ્યાત બની રહેલ રાણા સૈયદ વિસ્તારના પશુચોરો હોવાનુ બહાર આવતા અરવલ્લી પોલીસને સાથે રાખી રવિવારે કોમ્બીંગ કરવામાં આવ્યુ હતુ પરંતુ શકમંદો ફરાર થઇ ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તમામ નરાધમો પોલીસ ના રડાર પર છે અને ગણતરીના સમયમાં સળીયા પાછળ ધકેલાશે તેમ મનાઇ રહ્યુ છે.

Previous articleટ્રાયલ રન પહેલાં મેટ્રો પાછળ ૫ વર્ષમાં ૪૦૦૦ કરોડ ખર્ચાયા, પ્રોજેક્ટને કારણે ૫૫૪ પરિવારો અસરગ્રસ્ત બન્યા
Next articleકડી મામલતદાર કચેરી બહાર ગાડીનો કાચ તોડીને સવા લાખ રોકડ અને લેપટોપની ઉઠાંતરી