પાળીયાદ વિસામણબાપુ ની જગ્યાના ગાદીપતિ ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાનો જન્મોત્સવ

1723

પાળિયાદની વિશ્વ પ્રસિદ્ધ જગ્યા ’વિહળધામ’ ના વર્તમાન ગાદીપતિ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજનીય નિર્મળાબા પોતાના સરળ,નિખાલસ સ્વભાવ તેમજ સેવા,સાદગી અને સ્નેહપૂર્ણ વ્યવહાર દ્વારા ભાવિક ભક્તોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે.

બોટાદ જીલ્લાનુ પાળીયાદ ધામ તરીકે ઓળખાય છે અને ત્યાની કહેવત છે કે ઠાકર કરે ઈ ઠીક સૂત્રને જીવન મંત્ર બનાવીને પરમાત્મા તરફ અનન્ય શ્રદ્ધા, ઉનડબાપુના વારસાને નવી ઊંચાઈ બક્ષવાની તમન્ના અને સમાજના દીન-હીન પર સદાય હેત વરસાવતાં પૂ. નિર્મળાબાનો આજે જન્મદિવસ છે.સૌરાષ્ટ્ર વિસ્તારની પાંચાળ ભૂમિ ગણાતી પાળિયાદની વિશ્વ પ્રસિદ્ધ જગ્યા ’વિહળધામ’ ના વર્તમાન ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજનીયા નિર્મળાબા પોતાના સરળ, નિખાલસ સ્વભાવ તેમજ સેવા,સાદગી અને સ્નેહપૂર્ણ વ્યવહાર દ્વારા ભાવિક ભક્તોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે.સંત વિસામણબાપુની છઠી પેઢીના ગાદીવારસ ધર્મ-માર્તંડ, માનસ-વિશારદ પૂજ્ય ઉનડબાપુ ના બે સંતાન-પૂ.અમરાબાપુ અને પૂ.નિર્મળાબા. ૧૯૭૩માં ઉનડબાપુ સમાધિસ્થ થયા અને  ધર્મ-સેવાલંકાર  પૂજ્ય અમરાબાપુએ ધર્મ, સેવા અને ત્યાગના વારસાને દીપાવ્યો હતો.

Previous articleભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ સહિત ન્યાયમૂર્તિઓએ રવિવારની રજા નિરાધાર વડિલો સાથે માણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે