રંઘોળા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આખલાનો ભારે આતંક

556

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આખલાઓ નો આતંક ધીમે ધીમે વધતો જાય છે જ્યારે રોડ પર ચાલતા વાહન ચાલકો ને તથા ગ્રામ્ય જનો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે આખલા ઓ નો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને આખલા નાં ભય માં ગ્રામ પંચાયત ની ભારે બેદરકારી જોવા મળે છે. જ્યારે શાક માર્કેટ, હડમતીયા રોડ, કૃષિ સંસ્થાન ના કોમ્પલેક્ષ ની સામે બહુ વધુ પ્રમાણ માં જોવા મળે છે. ક્યારેક આ પ્રવૃતિ હિંસક પણ નીવડે છે. આખલા ઓ નાં ભારે ત્રાસ અંગે પંચાયત કચેરી યોગ્ય નિર્ણય કરે તે જરૂરી નીવડશે.

Previous articleઆહારનો બુદ્ધિશક્તિ અને યાદશક્તિ સાથેનો સંબંધ
Next articleદાત્રડ શાળામાં BOB દ્વારા નોટબુક વિતરણ