ભાવનગર શહેર નગરપાલિકા ની શાળાઓમાં ગરીબ બાળકોને શિક્ષણ કાર્ય સાથે જોડી રાખતા શિક્ષકો . પોતાના સામાજિક ઉત્તરદાયિત્વ પ્રત્યે સજાગ રહે તે માટે યોજાયેલ સમારોહમાં ડોક્ટર ઇન્દુમતીબેન કાટદરે રાષ્ટ્ર ઘડતરમાં નગરપાલિકાના શિક્ષકોના યોગદાન વિશે મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર સાધના સાપ્તાહિકના તંત્રી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા શિશુવિહાર ના સેવા પ્રયત્ને બિરદાવી તેજસ્વી બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.