બોટાદ જીલ્લાના રાણપુરમાં મેઈનબજાર માં આવેલ વાડીલાલ કોંમ્પલેક્ષ માં પહેલા માળે આવેલી મારૂતિનંદન ક્રેડીટ સોસાયટી બેન્ક માં સોર્ટ સર્કીટ ના કારણે વહેલી સવારે આગ લાગી હતી.આગ લાગવા ને કારણે મારૂતિનંદન ક્રેડીટ સોસાયટીના તમામ રેકોર્ડ, સાહિત્ય અને કોમ્પ્યુટર,ખુરશીઓ સહીત તમામ વસ્તુઓ આગ માં બળીને ખાખ થઈ ગઈ હતી.અને અંદાછે ૭ લાખ રૂપિયા નું નુકશાન થયાનું અનુમાન છે.જ્યારે રાણપુર ના લોકો ને આગ લાગી ની ખબર પડતા મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.અને લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પાણી નો મારો ચલાવ્યો હતો. મોટા પ્રમાણમાં પાણી નો મારો ચલાવ્યા બાદ આગ ઓલવવામાં આવતા આસપાસના દુકાનદારો એ રાહતનો શ્વાસ લીધો હતો.અને મોટી દુર્ઘટના બનતા અટકી હતી..જ્યારે રાણપુરમાં ફાયર સ્ટેશન ન હોવાના કારણે બોટાદ થી ફાયરબ્રિગેડ બોલાવવામાં આવી હતી.બોટાદ થી ફાયરબ્રિગેડ ની ગાડીને આવતા એક કલાક જેટલો ટાઈમ લાગતા લોકો એ જાતે પાણી છાટી આગ ઓલવી હતી.સદનશીબે રાણપુરના જાગૃત લોકો દ્વારા મોટા પ્રમાણમાં પાણી નો મારો ચલાવતા મોટી દુર્ઘટના થતા અટકી હતી.જ્યારે આગ ઓલવાય ગયા બાદ ફાયરબ્રિગેડ ની ગાડી આવી હતી.અને એમનામ પાછી ફરી હતી.હાલ તો રાણપુર ના લોકો એકજ વાત કરી રહ્યા છે કે રાણપુરમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે તો આવનારા દિવસો માં મોટી દુર્ઘટના અટકાવી શકાય.