ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી એ વેસ્ટઇન્ડીઝની મુલાકાત માટે ટીમ ઇન્ડિયાની પસંદગી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. સૌરવ ગાંગુલીએ બુધવારના રોજ સવારે ટ્વીટ કરીને લખ્યું કે વેસ્ટઇન્ડીઝના પ્રવાસ માટે વનડે ટીમમાં અજિંક્ય રહાણેને સામેલ કરવામાં નથી આવ્યા તેને લઇ આશ્ચર્ચ છે. પૂર્વ કેપ્ટને સાથો સાથ સિલેક્ટર્સને એક સલાહ પણ આપી છે. આપને જણાવી દઇએ કે વેસ્ટઇન્ડીઝનો પ્રવાસ ૩ ઑગસ્ટથી શરૂ થઇ રહ્યો છે.
પૂર્વ ભારતીય કેપ્ટને લખ્યું કે સમય આવી ગયો છે કે પસંદગીકર્તા લય અને વિશ્વાસ માટે ખેલાડીઓને દરેક ફોર્મેટ માટે ટીમમાં સામેલ કરે. ગાંગુલીએ ટ્વીટ કરતાં કહ્યું કે કેટલાંક ખેલાડી દરેક ફોર્મેટમાં રમે છે. આ તમામને ખુશ કરવા માટે નહીં, પરંતુ દેશ માટે સૌથી સારું કરે તેના માટે છે.
સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈને ટેગ કરતાં લખ્યું કે કેટલાંય એવા ખેલાડી છે જે દરેક ફોર્મેટમાં રમી શકે છે. શુભમન ગિલ અને વનડે ટીમમાં અજિંક્ય રહાણેને સામેલ ના કરવા પર હેરાની થઇ છે.
ભારતને વેસ્ટઇન્ડીઝના પ્રવાસ પર ત્રણ ટી-૨૦, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ગયા સપ્તાહે જ આ પ્રવાસ માટે ટીમની જાહેરાત થઇ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ બીસીસીઆઈ પાસે ૨ મહિના માટે રજા માંગી હતી, આથી તેઓ ટીમમાં નથી.