વિકાસના તમામ સૂચનો સ્વીકારી કામ કરશે : મનુભાઈ પટેલ

612
gandhi1822018-5.jpg

કોંગ્રેસના કેટલાંક સૂચનો જેવા કે સ્પીડ બોટ ખરીદવી તેને સ્થાયી સમિતિ ચેરમેન હકારાત્મક રીતે ગણાવી જણાવ્યું હતું કે, ૧૦ લાખ રૂપિયાની જોગવાઈ ફાયરના સાધનો માટે કરવામાં આવી છે તેમાંથી ટૂંક સમયમાં સ્પીડ બોટ ખરીદી પણ કરવામાં આવશે. 
વધુમાં વિકાસ માટેના સારા સૂચનોનો અમલ કરવા તથા જરૂર લાગે રાજય સરકારમાં જઈને પણ મંજૂરી મેળવવા માટે હકારાત્મક રીતે પોતે આગળ વધી પ્રયત્નો કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ડોર ટુ ડોરની સેવા તદ્દન મફત ના આપી શકાય તેથી ફકત દિવસનો રૂ. ૧ લેખે સામાન્ય કર જ પ્રજા પર નાંખવામાં આવ્યો છે. તથા કમીશનરની ૧૦૦ મીટરની દરખાસ્તને ૧પ૦ મીટરની કરી ગાંધીનગરની ૪૦ હજાર જેટલી પ્રોપર્ટીને મુક્તિ આપી સામાન્ય માણસ પર કર ન આવે તેવું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સામાન્ય ધંધાવાળા માટે પણ ર૭૦ મીટર સુધી કોઈ કર વધારો નહીં કરીને સામાન્ય પ્રજાના હિતનું તથા વિકાસને વેગવંતુ બજેટ ગણાવ્યું હતું. 

Previous articleસિવિલ હોસ્પિટલમાં અધિકારીઓના ગોરખધંધા રોકવા કમિટી બનાવાશે
Next articleકર શૂન્ય કરવા કોંગ્રેસની માંગ