ટેસ્ટ ક્રિકેટ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની જરૂર હતી : કોહલી

548

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆતથી બહુ ઉત્સુક છે. તેમજ ખુશ પણ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ માટે સાચા સમયે આની શરૂઆત થઇ રહી છે.

લાંબા ફોર્મેટને આની જરૂર હતી. આનાથી બાઈલેટરલ સિરીઝનું મહત્વ વધશે અને તેમજ ટીમો વધુ યોજનાઓ સાથે મેદાને ઉતરશે. ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વર્લ્ડની ટોપ-૯ ટીમો આગામી ૨ વર્ષ એકબીજા સામે રમશે અને ૨ વર્ષના અંતે ટોપની ૨ ટીમ વચ્ચે ફાઇનલ રમાશે.

વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી ટીમને કહ્યું હતું કે આપણે ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યા, તેના પર તમને ગર્વ હોવો જોઈએ. તમે ક્યારેય ન ભૂલતા કે આપણું પ્રદર્શન સારું રહ્યું હતું. જ્યારે તમે પોતાને ક્રેડિટ આપવાનું બંધ કરી દો છો, ત્યારે તમે પોતાના પર કારણ વગરનું દબાણ નાખવાનું શરૂ કરો છો. હાર અને જીતમાં બેલેન્સ જાળવી રાખવું અગત્યનું છે.

જયારે તમને પોતાના પર વિશ્વાસ હોય છે અને તમે મારુ શ્રેષ્ઠ આપો છો ત્યારે તમારું કેરેક્ટર મજબૂત થાય છે. અમારા માટે હારનો સામનો કરવો સરળ ન હતો, ખાસ કરીને ત્યારે જયારે અમને ખબર હતી કે અમે બહુ ભૂલો કરી ન હતી.

તમે ભૂલો કરી હોય તો તેનો સ્વીકાર કરીને આગળ ચાલવું સરળ છે. પરંતુ આ રીતે બહુ તકલીફ થાય છે. સવારે ઉઠીને તમે વિચારો છો કે અમે કઈ ભૂલ કરી નથી, તેમ છતાં ટૂર્નામેન્ટની બહાર છીએ.

Previous articleગાંગુલીનો સિલેકટર્સને પ્રશ્નઃ ’વિન્ડીઝ પ્રવાસ પર વનડેમાં રહાણે કેમ નહીં..?!!’
Next articleરિંગમાં ફાઇટ દરમિયાન જોરદાર પંચ પડતા બોક્સરનું નિપજેલ મોત