વિરોધપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ પ્રજા પર કોઈ નવા કર નાખવાને બદલે કર શૂન્ય કરવાની દરખાસ્ત કરી બજેટમાં વિરોધ નોંધાવ્યો હતો. ચાર માસ સુધી ડોર ટુ ડોરની કામગીરી ખોટવાઈ ગઈ હતી. જેથી તેા વળતર રૂપે પણ નવા કરવેરા લેવા જોઈએ નહીં તથા ગાંધીનગર કર્મચારી વર્ગ છે. પરસેવાના ટીંપે ટીંપે ભેગા કરેલા પૈસા કરના ટીંપે ટીંપે મનપાનું સરોવર ભરવાનું કામ નહીં કરવા માટે જણાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સાથે સાથે તેમણે ફાયરમાં સ્પીડ બોટ ખરીદવાની પણ દરખાસ્ત કરી હતી. જેથી ડુબતા માણસો ઝડપથી બચાવી શકાય આ ઉપરાંત રીટીંગ લાયબ્રેટીની પણ તેમણે કોંગ્રેસ તરફથી માંગ કરી હતી.
કોંગ્રેસના જીતુ રાયકાએ બજેટને પ્રજા વિરૂધ્ધનું ગણાવી અગાઉના બજેટમાં પણ કામો નહીં થયા હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. તેમણે છેલ્લા બે વર્ષથી ગાંધીનગરના નાગરિકો અને યુવાનો રીડીંગ લાઈબ્રેરી તથા વાઈફાઈ પોતાના મોબાઈલમાં ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. હજી વાઈફાઈના ઠેંકાણા પડયા નથી તે ચાલુ કરવું જોઈએ. વાઈફાઈ પ્રોજેકટને બે વર્ષ થયા છતાં હજી કયાંક તેના વાવડ પણ નથી. જેથી ગાંધીનગરના યુવાનો તથા નાગરિકો નિરાશ છે. કોર્પોરેટર પીન્કીબેનને રોડ તથા રસ્તાના કામોમાં ગુણવત્તા ન જળવાતી હોવાની વાત કરી તપાસની માંગ કરી હતી.